તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:પાલિકા કર્મીએ અંકલેશ્વરની હોટલમાં ઝેર ગટગટાવ્યું, દેવુ વધી જતા આંત્યતિક પગલું ભર્યુ

અંકલેશ્વર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સુરત પાલિકાના આરોગ્ય કર્મચારીનું દેવું વધી જતા અંકલેશ્વરમાં આપઘાત કરી લીધો છે. પાલિકાના આરોગ્ય ખાતામાં નોકરી કરતા વિનોદ ખેતરીયાએ ગત રોજ નિત્યક્રમ મુજબ તેઅો નોકરી પર ગયા હતા. સાંજે નોકરીથીપરત ફરતી વેળા આગામી દિવસ માટે રજા મૂકી હતી.વિનોદભાઈએ અંકલેશ્વરની વાલિયા ચોકડી પર આવેલી હોટલ સન પ્લાઝામાં રૂમ ભાડે રાખ્યો હતો.રૂમમાં જઇ દવા ગટગટાવી લીધી હતી. હોટલ સ્ટાફ દ્વારા રૂમ સર્વિસ માટે દરવાજો ખટખટાવા છતાં દરવાજો ના ખુલતા તો હોટલ મેનેજરને જાણ કરી હતી.

હોટલ મેનેજમેન્ટ દ્વારા જાણ કરતા પોલીસ આવી દરવાજો ખોલતા વિનોદભાઇનો મૃતદેહ જોવા મળ્યો હતો. પોલીસે મૃતદેહને પી.એમ અર્થે મોકલી રૂમને સિલ કરી દીધો હતો.હોટલ રજીસ્ટરના આધારે વિનોદભાઇના પરિવારનું સરનામું મળતા તેમને જાણ કરવામાં આવી હતી. જેથી મૃતક વિનોદભાઇનો પરિવાર ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતકના ભાઇ દિનેશ ખેતરીયાના જણાવ્યા મુજબ વિનોદભાઇના માથે દેવું વધી ગયો હતો જેથી તેમણે આપઘાત કર્યું છે.પોલીસે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...