ગુરુવારે પાલિકાની સ્ટેન્ડિંગ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા હતા. ડુંભાલ ટેનામેન્ટ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળની જમીન 18 મીટરનો રોડ બનાવવામાં કપાતમાં જતી હોવાથી ડેવલપરને વધારાના 168 આવાસ બનાવવામાંથી મુક્તિ આપવા સહિતની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. પાલિકાના ઈતિહાસમાં આ પ્રકારના પ્રોજેક્ટ અંતર્ગત 896 આવાસનું બાંધકામ સમયસર પૂર્ણ થાય તેમ છે.
આ ઉપરાંત રાજ્ય સરકારની વેસ્ટ વોટર યુઝ પોલિસી અંતર્ગત સૌપ્રથમ સુરત પાલિકાએ ઇન્ડસ્ટ્રિઝયલ એકમોને ગટરનું ગંદુ પાણી ટ્રીટ કર્યા વગર વેચી 15 વર્ષમાં 20 કરોડ રૂપિયાની આવક થશે. ગુરૂવારે સ્ટેન્ડિંગમાં આ કરારને મંજુરી અપાઇ હતી. આ સાથે જ તાપી નદીના રૂંઢ ખાતે બરાજ પ્રોજેક્ટના નિર્માણ માટે ગેરી પાસે 2-ડી અને થ્રી-ડી મોડલ તૈયાર કરવા પણ મંજુરી અપાઇ છે.
કેબલ સ્ટેઇડ બ્રિજને વધુ સુંદર બનાવવા ડેકોરેટિવ લાઇટિંગની યોજના પર શાસકોએ વધુ એક વખત બ્રેક મારી અભ્યાસ માટે દરખાસ્ત મુલતવી છે. કમિટીના અધ્યક્ષ પરેશ પટેલે કહ્યું કે, શહેરના બે મોટા ગાર્ડન પીપીપી ધોરણે ખાનગી કંપનીને સોંપાયા છે જેના થકી પાલિકાને 2 કરોડના વાર્ષિક નિભાવ ખર્ચમાંથી પણ મુક્તિ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.