તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવતર પ્રયોગ:​​​​​​​સુરતમાં કોરોનાને મ્હાત આપનાર દર્દીઓને પાલિકા ભેટમાં છોડ આપી વૃક્ષ વાવવાની અપીલ કરે છે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દર્દીઓને કોરોનામુક્ત થયા બાદ ઓક્સિજન માટે વૃક્ષ વાવવા પ્રેરિત કરવામાં આવે છે. - Divya Bhaskar
દર્દીઓને કોરોનામુક્ત થયા બાદ ઓક્સિજન માટે વૃક્ષ વાવવા પ્રેરિત કરવામાં આવે છે.
  • ઓક્સિજનનું મહત્વ સમજતા દર્દીઓને વૃક્ષો આપવાની નવી પહેલ

સુરતમાં કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સિવિલ હોસ્પિટલમાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કોવિડ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈને પોતાના ઘરે જતી વખતે તેમને એક છોડ આપવામાં આવ્યો હતો. સુરત શહેરના તમામ આઇસોલેશન વોર્ડ તેમજ કોર્પોરેશનની અંદર આવતા તમામ આરોગ્ય કેન્દ્ર ઉપર આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના પોઝિટિવ દર્દીઓને વિનંતી કરવામાં આવી કે, આજે એમને સૌથી વધુ મુશ્કેલી ઓક્સિજન લેવલ ઓછું થવાના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડયું છે. આવી સ્થિતિ ભવિષ્યમાં આવનાર પેઢીને ન આવે અને આપણે પોતે પણ સુરક્ષિત રહીએ તેવી સમજણ સાથે છોડવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોવિડ હોસ્પિટલની બહાર કોર્પોરેશનની ટીમના હોદ્દેદારો અને અન્ય સ્ટાફ ઊભા રહીને તમામ દર્દીઓને નાના છોડ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.

દર્દીઓને કોરોનાને હરાવ્યો તેમ ઓક્સિજન માટે કામ કરવા પ્રેરિત કરાયા હતાં.
દર્દીઓને કોરોનાને હરાવ્યો તેમ ઓક્સિજન માટે કામ કરવા પ્રેરિત કરાયા હતાં.

તુલસીના છોડ અપાયા
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલે જણાવ્યું કે, આજથી અમે દર્દીઓને ઘરે ઘરે પરત ફરે તે પહેલા તુલસીના છોડ આપવાની શરૂઆત કરી છે. તુલસીના છોડ સાથે આપણી ધાર્મિક આસ્થા જોડાયેલી છે. પરંતુ સાથે સાથે વૈજ્ઞાનિક રીતે પણ તુલસીના છોડના અનેક લાભો છે. અમે દર્દીઓને પરત ફરી દર્દીઓને ઘરે પરત ફરતી વખતે છોડવા આપીને વૃક્ષારોપણ માટે પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે ઓક્સિજનની અછતના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગૂમાવવો પડયો છે. કોરોના સંક્રમણમાં સૌથી વધુ લાચારી આજે ઓક્સિજનના અભાવને કારણે ચોતરફ વર્તાઈ રહી છે. હવે સમય આવી ગયો છે કે, પ્રકૃતિ સાથે માનવીએ સમન્વય સાધવો પડશે. જેટલાં વૃક્ષો આપણે કાપીએ છીએ. એના કરતાં ચાર ગણા વૃક્ષો વાવવાની જરૂરિયાત સર્જાય છે. આપણે સર્વે સંકલ્પ કરીને આ દિશામાં આગળ વધવું જોઈએ.

સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના કાર્યકરો આ કાર્યમાં જોડાયા હતાં.
સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના કાર્યકરો આ કાર્યમાં જોડાયા હતાં.

ઓક્સિજન માટે ઝાડનું સ્ત્રોત
છેલ્લા ઘણા વર્ષોથી માનવી એક પ્રકારે દોહન કરી રહ્યું છે. પરિણામે પ્રકૃતિ અને માનવ વચ્ચે જે સમન્વય જળવાતો દેખાતો નથી.કોરોના સંક્રમણ કાળ દરમ્યાન સૌથી વધુ જો કોઈ આ બાબતે ધ્યાન આકર્ષતો હોય તો તેઓ ઓક્સિજન આપે છે.પૃથ્વી ઉપર ઓક્સિજન મેળવવા માટેનો સૌથી મોટો સ્ત્રોત વૃક્ષો છે. જ્યારે જ્યારે પ્રકૃતિ અને માનવ વચ્ચે આ સંતુલન સર્જાય છે, ત્યારે મહાવિનાશ જેવી સ્થિતિ સર્જાય છે. કોરોના સંક્રમણ પણ આવી જ એક મોટી આ પૈકીની એક છે એવું માની શકાય.

અન્ય સમાચારો પણ છે...