તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કાપડ બજારમાં થતા બાંધકામ માટે પેઇડ FSIની મંજૂરી આપવી જોઇએ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સમર્થકોના તોફાનની બીકે સભામાં પણ 200 માર્શલો ખડકાયા - Divya Bhaskar
સમર્થકોના તોફાનની બીકે સભામાં પણ 200 માર્શલો ખડકાયા
  • પહેલીવાર વિપક્ષ વિના સામાન્ય સભા મળી, 49 કામો મંજૂર કરાયા
  • એજન્ડામાં વિપક્ષે પૂછેલા પ્રશ્નો અંગે મેયરે ‘હાજર નથી’ કહી ફગાવી દીધા
  • સામાન્ય સભામાં માર્શલોનો બંદોબસ્ત

15 મહિના પછી સરદાર પટેલ સભાખંડમાં પાલિકાની સામાન્ય સભાની બેઠક વિપક્ષ વિના મળી હતી. એજન્ડાના 49 કામો ગણતરીની 40 મિનિટમાં જ મંજૂર કરાયા હતા. વિપક્ષના કોર્પોરેટરોએ સામાન્ય સભા અંતર્ગત કમિશનરને પૂછેલા પ્રશ્નો પણ મેયર હેમાલી બોઘાવાલાએ ‘હાજર નથી..કહી નોટ મુવ.. કરી દીધાં છે.

નગરસેવક કનુ પટેલે સૂચન કર્યું હતું કે, શહેરમાં દર મહિને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા નવા 100 બિલ્ડિંગ બને છે. ટેક્સટાઇલ ઇન્ડ.માં 300 ચોરસફુટ સુધીના બાંધકામમાં પેઇડ FSIની મંજૂરી આપે તો પાલિકાને વર્ષે 100 કરોડની આવક થશે.

સી.સી રોડ સાઇડે ટનલ બનાવી ભાડે અપાય તો આવક થઇ શકે
સામાન્ય સભામાં નગરસેવક ધર્મેશ વાણિયાવાલાએ જણાવ્યું કે, સી.સી રોડ સાઇડે ટનલ બનાવવા જોઇએ. આ ટનલ ગેસ, વીજકંપની, ટેલિકોમ કંપની વગેરેને ભાડેથી આપી પાલિકા આવક ઉભી કરી શકે છે. નગરસેવક વિજય ચૌમાલે સૂચન કર્યું હતું કે, દરેક ટી.પી અને વોર્ડ વાઇઝ રમતગમત માટે પાલિકાએ અલગથી જગ્યા છોડવી જોઇએ. વોર્ડ વાઇઝ પ્લાનિંગ કરી પ્લોટ ફાળવવામાં આવે તો યુવાનો ત્યાં રમી શકે.

અન્ય સમાચારો પણ છે...