તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓક્સિજનની કટોકટી:ઓક્સિજન અમે નહીં, કેન્દ્ર આપે છે : વનમંત્રી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સિજન મુદ્દે વનમંત્રીએ હાથ અધ્ધર કર્યા

શુક્રવારે રાજ્યના વન મંત્રી ગણપત વસાવાએ કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, અમે શહેર જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જોકે કોરોનાના દર્દીઓને મળવા પાત્ર સારવાર માટે અમે કેન્દ્ર સરકાર પર નિર્ભર છીએ.ઇન્જેક્શન અને ઓક્સિજનની ફાળવણી કેન્દ્ર હસ્તક છે.અમે અમારા સ્તરે પૂરતા પ્રયાસો કરી રહ્યા છીએ.

વન મંત્રીએ જણાવ્યું કે, સુરત શહેરમાં કાર્યરત 237 અને ગ્રામ્યમાં 39 ધન્વંતરી રથથી સર્વેલન્સ અને પ્રાથમિક સારવાર સેવાને વધુ વ્યાપક બનાવી છે.રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરી સુરતને વધુ ઓક્સિજન પુરવઠો મળે તેવા સતત પ્રયાસો કરાઈ રહ્યાં છે. શહેર-જિલ્લાના તમામ નાગરિકોને સમયસર સારવાર ઉપલબ્ધ થાય ઉપરાંત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓને ઉપયુક્ત સારવાર મળે તે માટે કામગીરીને વધુ વેગવાન બનાવાઈ છે.

ડીડીઓ હિતેશ કોયાએ ગ્રામ્ય વિસ્તાર અને મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ શહેરી વિસ્તારની કોવિડ-19 ના સંક્રમણને અટકાવવાં અને દર્દીઓની સારવાર સુવિધા અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. સુરતને ઓકિસજનનો જરૂરી પુરવઠો મળી રહે તેવા સતત પ્રયાસો થઈ રહ્યાં છે.તા.1 થી 15 મે સુધી રાજ્યના 18 હજાર ગામમાં ‘મારૂ ગામ, કોરોનામુક્ત ગામ’ અભિયાન શરૂ કરાશે. જેમાં ગ્રામ્ય સ્તરે જ સારવાર અને આઇસોલેશનની વ્યવસ્થા પણ ઉભી કરાશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...