તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તબીબોનું આંકલન:જુલાઇમાં 9માં દિવસે ઓક્સિજન આપવો પડતો હતો અત્યારે કોરોના દર્દીઓને બે જ દિવસમાં જરૂર પડે છે

સુરત5 મહિનો પહેલાલેખક: મોઈન શેખ
 • કૉપી લિંક
 • દિવાળી પછી દાખલ થયેલા કોરોના દર્દીઓને સારવાર આપનાર

ગત જુન-જુલાઈ માસમાં સુરતમાં જે રીતે કોરોના સંક્રમણ ફેલાયુ હતું તે સ્થિતિને કાબુમાં લેવાયાં બાદ ગઇ 12 નવેમ્બર પછી વધુ એક વખત શહેરમાં તે જ ઝડપથી નવાં કોરોના દર્દીઓ મળ્યાં છે. આવામાં જુન-જુલાઇના પહેલાં તબક્કામાં રહેલી કેસ ઉછાળ‌ાની સ્થિતિ બીજા તબક્કામાં એટલે નવેમ્બરના શરૂઆતના પખવાડીયામાં જ ગંભીર બની હોવાનું શહેરના તબીબીએ આંકલન કર્યું છે.

સેંકડો કોરોના દર્દીઓને ટ્રીટ કરનાર સ્મીમેરના તબીબ અને ખાનગી કોવિડ સેન્ટરના તબીબે કોરોના ફર્સ્ટ અને સેકન્ડ વેવના અનુભવો ‘દિવ્ય ભાસ્કર’ સાથે શેર કર્યાં હતાં. તબીબોનું આંકલન છે કે જુલાઇમાં 9 દિવસ પછી દર્દીઓને ઓક્સિજન આપવું પડતું હતું. જો કે દિવાળી પછી રિપોર્ટ મળ્યાના બે દિવસ પછી જ ઓક્સિજન આપવું પડે છે.

બપોરે કોરોના થયો, રાતે જ ઓક્સિજનની જરૂર પડી
ઘોડદોડ રોડ ખાતે ખાતે રહેતાં ખેરાણી પરિવારના યુવાન સવારે નાસ્તો કર્યો સુધી તંદુરસ્ત લાગતાં હતાં. અચાનક તાવ સાથે ઉઘરસ ચઢતાં નજીકના ફેમેલી ડોક્ટરને બતાવ્યું હતું. લક્ષણ જણાતા કરેલાં ટેસ્ટમાં બપોરે તે કોરોના પોઝિટિવ આવ્યા હતાં. શરૂઆતમાં દવા સાથે ઘરે આવી ગયેલાં આ દર્દીનું ઓક્સિજન લેવલ ગણતરીના કલાકોમાં 88 એસપીઓ-2 સુધી નીચે આવી જતાં દર્દીને રાતે જ ઓક્સિજન ઉપર રાખવાની નોબત પડી હતી.

કલાકોમાં ઓક્સિજન તળીયે આવી જાય છે
સ્મીમેર હોસ્પિટલના ડો. હરિશ ડોરાએ કહ્યું કે, પહેલાં તબક્કામાં કોરોના દર્દીઓમાં રિકવરી ગ્રાફ પણ ઊચો હતો. જો સ્થિતિ બગડે તો વધુમાં વધુ 9માં કે 10માં દિવસે દર્દીનું ઓક્સિજન લેવલ તળિયે ઉતરતું હતું. જોકે દિવાળી પછી બીજા તબક્કામાં આ બાબત શરૂઆતના પખવાડિમાં જ ગંભીર જોવા મળી છે. દિવાળી પછી સામે આવેલાં દર્દીઓને પોઝિટિવ રિપોર્ટ મળ્યાનાં ગણતરીના 4 દિવસની અંદર ઓક્સિજનની જરૂર રહી હતી.

અચાનક ઓક્સિજન 88 સુધી પહોંચી ગયું
દિવાળી પછી શરૂ થયેલા નવા કોરોના કેસોના નવાં દર્દીઓમાં હવે ક્રિટીકલ કન્ડિશન પણ વધુ જોવા મળી રહી હોવાનું તબીબો જણાવી રહ્યાં છે. અમરોલીની મહિલાએ દિવાળી ઉત્સવમાં દાખવેલી બેકાળજી ભારે પડી છે. રૂક્સાનાબેને કહ્યું કે, અચાનક જ શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. રિપોર્ટ કઢાવ્યો તો પોઝિટીવ આવ્યાં હતા. ગણતરીના સમયમાં જ ઓક્સિજન લેવલ 88 એસપીઓ-2 નોંધાયું હતું.

લાપરવાહીથી કેસો ફરી ઉછાળા પર છે
જુન-જુલાઇમાં વિવિધ હોસ્પિટલમાં નોંધાયેલાં મોતના આંકડાથી લોકોમાં એક ભીતિ ફેલાઇ હતી. બજારોમાં ઉમેટેલી ભીડમાં પ્રિકોશન ન સચવાયું અને તેનું પરિણામ જોવા મળી રહ્યું છે. પહેલાં તબક્કામાં સચવાયેલી સ્થિતિ 12મી નવેમ્બર પછીના વેવમાં ગંભીર છે. સેકન્ડ વેવના ઘણાં દર્દીઓના ઓક્સિજન લેવલ શરૂઆતના 2 દિવસમાં જ 88 સુધી નીચે આવી ગયું છે. > ડો. અયાઝ ઘોઘારી, સલાબતપુરાની કે. ડી. હોસ્પિટલના તબીબ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો