તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાશકારો:300 હોસ્પિટલોમાં ઓક્સિજનનો વપરાશ 41% ઘટી ગયો, હવે રોજ 160 ટન સપ્લાય સામે 12 ટન બચે છે

સુરત3 મહિનો પહેલાલેખક: શિશિર મેકવાન
  • કૉપી લિંક
છેલ્લા બે મહિનામાં શહેરની હોસ્પિટલોમાં રોજ વપરાયેલા ઓક્સિજનના આંકડા - Divya Bhaskar
છેલ્લા બે મહિનામાં શહેરની હોસ્પિટલોમાં રોજ વપરાયેલા ઓક્સિજનના આંકડા
  • 20 દિવસ પહેલા રોજનો 250 મેટ્રિક ટન વપરાશ હતો જે કેસ ઘટતાં હવે 148 ટન થઇ ગયો
  • સિવિલમાં હવે એક જ વાર ઓક્સિજન મંગાવાય છે, સ્મીમેરમાં રોજ માત્ર 13 ટન વપરાય છે

કોરોનાનાં કેસ ઘટી જતા હવે સુરત પાસે હવે ઓક્સિજનનો જથ્થો સરપ્લસ રહે છે. એપ્રિલમાં દૈનિક ઓકિસજનનો વપરાશ 250 મેટ્રિક ટન પહોંચ્યો હતો જે ઘટીને આજે 148 મેટ્રિક ટન થઈ ગયો છે-એટલે કે 102 મેટ્રિક ટન વપરાશ ઘટી ગયો છે. હાલમાં સુરતને 160 મેટ્રિક ટન ઓકિસજન મળી રહ્યો છે એટલે કે 12 મેટ્રિક ટન ઓકિસજન સરપ્લસ રહે છે. સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો, એપ્રિલમાં અહીં 73 મેટ્રિક ટન વપરાશ હતો જે ઘટીને 30 ટન થઇ ગયો છે. સુરતમાં કોરોનાની પીક સમયે ઓક્સિજનની ઘટ પડી હતી પણ આ ત્રણ સ્ટ્રેટેજીએ શહેરને બચાવી લીઘું. પીક સમયે કટોકટી સર્જાઈ હતી પણ તેને પહોંચી વળવા ત્રણ સ્ટ્રેટજીથી કામગીરી કરવામાં આવી હતી. જેમાં (1)બીજા જિલ્લાઓમાંથી ઓકિસજનની વ્યવસ્થા કરવામાં આવી, (2)તાત્કાલિક એર લિકવિડ ઓકિસજન ઉત્પાદક, એર સેપરેશન પ્લાન્ટ ઉભા કરાયા અને ખાનગી ઉદ્યોગો પાસેથી સિલિન્ડર જપ્ત કરી લેવાયા. અને (3)ઓકિસજન ઓડિટ ટીમ બનાવી સરકારી હોસ્પિટલમાં નવા પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા હતા. હવે આગામી સ્થિતિમાં ત્રીજી લહેર આવે તો તે માટે પણ સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલોએ પોતાની માલિકીના પ્લાન્ટ ઉભા કર્યા છે.

ઓક્સિજન બચાવવા આ 3 સ્ટ્રેટેજી અપનાવાઇ

બીજા જિલ્લાઓમાંથી 80 ટન ઓક્સિજન મેળવ્યો હતો
ઝઘડિયા, જામનગર સહિતના જિલ્લાઓમાંથી 80 ટન જેટલો ઓક્સિજન મંગાવાયો હતો. મધ્યપ્રદેશ જતો ઓક્સિજન પણ અટકાવી શહેરને અપાયો હતો. ખાનગી ઉદ્યોગોમાં વપરાતા 2000 સિલિન્ડર જપ્ત કરી 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરી સપ્લાય પર મોનિટરિંગ કરાયું હતું.

છ રિફિલર્સ પ્લાન્ટ ઉભા કર્યા, છ કલાકમાં લાઇસન્સ અપાયું
​​​​​​​લિક્વિડ ઓક્સિજન, એર સેપરેશન યુનિટ અને છ રિફિલર્સ પ્લાન્ટ ઉભા કર્યા હતા. છ કલાકમાં તેને લાઇસન્સ અપાયું હતું. આ ઉપરાંત રિફિલર્સના 3 નાઇટ્રોજન ટેન્કર ઓક્સિજન ટેન્કરમાં ફેરવાયા હતા. જ્યારે એક નાઇટ્રોજન સ્ટોરેજ ટાંકી પણ બનાવવામાં આવી હતી.

ઓકિસજન ઓડિટ ટીમ બનાવી, લીકેજ પોઇન્ટ બંધ કરાયા હતા
​​​​​​​ઓક્સિજન ઓડિટ ટીમ સિવિલ, સ્મીમેર અને ખાનગી હોસ્પિટલોમાં તૈનાત કરાઇ હતી. જેઓ લીકેજ પોઇન્ટ ઉપરાંત ઓક્સિજનનો ઉપયોગ કરી રહેલા દર્દીના ઓક્સિજનનું સામાન્ય લેવલ 92 સુધી ઘટાડાયું હતું. સ્મીમેરમાં નવા 144 ફ્લો મીટર લગાવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...