તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોની મજબુરીનો ગેરલાભ:ઓક્સિજન કોન્સન્ટ્રેટરમાં પણ લૂંટ, 65% વધારો કરી દેવાયો

સુરત13 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોરોનાની કપરી પરિસ્થિતિમાં તકસાધુઓ લોકોની મજબુરીનો ગેરલાભ ઉઠાવી ગેરકાયદેસર કમાવવાની એક પણ તક જવા દેતા નથી. ઇન્જેક્શન ઓક્સિજનથી લઈને વાલ્વનો ભાવ વધારીને અથવા બ્લેક કરીને રૂપિયા કઢાવી રહ્યા છે. હવે ઓક્સિજન કોન્સન્ટ્રેટરના ભાવ 30થી 65 ટકા સુધી વધારી દીધા.

ઓક્સિજન કોન્સન્ટ્રેટર નાનુ મશીન છે. ઓક્સિજનની સામાન્ય જરૂરિયાતવાળા દર્દીઓને તે ઘરગથ્થુ કામ આવે છે. આ મશીન પહેલા 40 હજાર રૂપિયા સુધીમાં વેચાતા હતા. પરંતુ કોરોનાના કાળમાં આ મશીનોની ડિમાન્ડ પણ ખૂબ વધી ગઈ હોવાથી તે મશીનો હવે 53 હજાર રૂપિયાથી લઈને 65 હજાર રૂપિયા સુધીમાં મળે છે. આ મશીન ઘર અથવા જે સ્થળે હોય ત્યાં આસપાસના વાતાવરણમાંથી ઓક્સિજન બનાવે છે. તેની ક્ષમતા 5 લિટર ઓક્સિજનની હોય છે. 2થી 3 લિટર ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે તે ઉપયોગી પુરવાર થાય છે.

હાલમાં આ મશીનોની માર્કેટમાં અછત છે. તેથી જેમની પાસે છે તેમણે તેનો ભાવ વધારી દીધો છે. મેડિકલ ઇક્વિપમેન્ટ્સનો વેપાર કરતા રાજીવભાઈએ જણાવ્યું હતું કે, હાલમાં ભાવ વધી ગયો છે તેમજ જેમની પાસે જૂના મશીનો પડેલા છે. તેમના પણ વધુ ભાવ લઈ રહ્યા છે. કેટલાક લોકોએ બગડેલા અને ખરાબ મશીનોને રિપેર કરીને ઊંચા ભાવે વેચી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો