તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત અકસ્માત:કાર અકસ્માતમાં યુવતીનો ભોગ લેનાર અતુલ બેકરીનો માલિક દારૂની પાર્ટી કરી નીકળ્યો હતો, 24 કલાકમાં જ જામીન પણ મળી ગયા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે અતુલ વેકરિયાનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરિક્ષણ કરાવ્યું હતું. - Divya Bhaskar
પોલીસે અતુલ વેકરિયાનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરિક્ષણ કરાવ્યું હતું.
  • પોલીસ અતુલ વેકરિયાના મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે
  • અતુલ વેકરિયાએ કયા દારૂ પીધો તેનાથી પોલીસ અજાણ છે

શહેરના ચર્ચાસ્પદ અતુલ વેકરિયાના ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં નવો ખુલાસો થયો છે. અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાએ ખુદ દારૂના નશામાં હોવાનું કબૂલ્યું છે. દારૂની પાર્ટી કર્યા બાદ કાર લઈને નીકળતા બે મોપેડ ચાલકોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મોત થયું છે. આ સમગ્ર ઘટનામાં સામાન્ય કલમ સાથે પોલીસે ગુનો નોંધતા અતુલ વેકરિયાને 24 કલાકમાં જ જામીન મળી ગયા હતા.

સમગ્ર ઘટના શું હતી?
શુક્રવારે મોડી સાંજે 9 વાગે દારૂ પીધેલી હાલતમાં વૈભવી કાર હંકારી વેસુના અભિષેક પાર્કમાં રહેતી અને યુનિવર્સિટીમાં જુ. ક્લાર્ક તરીકે ફરજ બજાવતી 29 વર્ષિય ઉર્વશી ચૌધરીનું 25થી 30 ફૂટ જેટલી ઘસડી હતી. ઉર્વશી તેના ભાઇ સાથે એસ.ડી. જૈન સ્કૂલ પાસે ફ્રેંકી લેવા માટે આવી હતી. અકસ્માત બાદ લોકોએ અતુલ વેકરિયાને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. જોકે પોલીસ 9 કલાક પછી એટલે કે સવારે 5 વાગે સિવિલ હોસ્પિટલમાં વેકરિયાનું મેડિકલ કરાવવા માટે લઇ ગઇ હતી.

કારથી અડફેટે લીધેલા બે મોપેડ પૈકી એકમાં મહિલાનું મોત થયું.
કારથી અડફેટે લીધેલા બે મોપેડ પૈકી એકમાં મહિલાનું મોત થયું.

પોલીસે માત્ર સામાન્ય કલમ સાથે ગુનો નોંધ્યો
શહેરના ચર્ચાસ્પદ અતુલ વેકરિયાના ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં પોલીસે માત્ર અકસ્માતની 304(અ) કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જેથી ઘટનાના 24 જ કલાકમાં અતુલ વેકરિયાને જામીન મળી ગયા હતા.

અકસ્માત સર્જનાર અતુલની ઘટના સ્થળેથી જ અટકાયત કરવામાં આવી હતી.
અકસ્માત સર્જનાર અતુલની ઘટના સ્થળેથી જ અટકાયત કરવામાં આવી હતી.

દારૂના નશામાં કાર ચલાવી બ્રેક નહીં મારતા અકસ્માત
અતુલ નશામાં હતો કે કેમ તે જાણવા માટે સિવિલ હોસ્પિટલમાં સેમ્પલ લેવામાં આવ્યો છે. જોકે અતુલે ખુદ દારૂના નશામાં હોવાની કબૂલાત કરી છે. જોકે, હજુ રિપોર્ટ આવવાનું બાકી છે. ઘટનાનો તાગ મેળવવા પોલીસે સ્થળ તપાસ કરી અને સીસીટીવી પણ મેળવ્યા છે. જેમાં સ્પષ્ય થયું છે કે, અતુલે દારૂના નશામાં કાર ચલાવી બ્રેક નહીં મારતા અકસ્માત થયો હતો.

અતુલને મોટી સંખ્યામાં એકઠાં થયેલા લોકોએ જ પકડી પાડ્યો હતો.
અતુલને મોટી સંખ્યામાં એકઠાં થયેલા લોકોએ જ પકડી પાડ્યો હતો.

અતુલે દારૂ કયા પીધો? પોલીસ અજાણ
નશામાં ધૂત અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાએ લક્ઝુરિયસ કારની બ્રેક નહીં મારતા મોપેડ ઉપર બેસેલી યુવતીનું મોત થયું હતું. સ્થળ પર લોકોએ અતલુને પકડ્યો ત્યારે તે દારૂના નશામાં હતો. જોકે, પોલીસે તેની ધરપકડ બાદ તે જાણી શકી નથી કે તેણે દારૂ કયા પીધો હતો. આ મામલે મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો