તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા બગડી:સુરતના પુણામાં વેક્સિનેશન સેન્ટરને તાળું હોવાથી લોકોમાં રોષ, લોકો લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યાં

સુરત3 મહિનો પહેલા
વેક્સિન લેવા લોકોએ લાઈન લગાવી, પણ વેક્સિનેશ સેન્ટર જ બંધ.
  • પુણાગામમાં સુમન હાઈસ્કૂલના વેક્સિનેશન સેન્ટર બંધ હોવાથી લોકો અકળાયા

કોરોનાની ત્રીજી લહેર સામે વેક્સિન જ એક માત્ર વિકલ્પ વચ્ચે વેક્સિનના પૂરતા ડોઝ ન મળતા લોકો લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. એટલું જ નહીં પણ કોરોના સામે વેક્સિન જ એક માત્ર ઉપાય હોવાનું જણાવી રહી છે. જોકે વેક્સિનના ડોઝ પૂરતા ન મળવાને કારણે લોકલ વ્યવસ્થા બગડી રહી છે. એટલું જ નહીં પણ ગણ્યા ગાઠ્યા લોકોને જ વેક્સિનના ડોઝ મળી રહ્યા હોવાની બુમો પડી રહી છે. આજે પુણા વિસ્તારમાં વેક્સિન મુકાવવા આવેલા લોકોએ લાઇન લગાવી રાહ જોતા કેમેરામાં કેદ થઈ ગયા હતા. એક તરફ લોકોમાં વેક્સિનને લઈ જાગૃતતા દેખાય રહી છે તો બીજી બાજુ સરકાર બેદરકાર બની રહી હોવાનું દેખાય રહી છે. વેક્સિનેશન ને લઇ લોકોમાં જાગૃતતા પાછળ ખર્ચાતા કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો હોય એમ લાગી રહ્યું છે.

વેક્સિનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન આવતો હોવાનું અધિકારીઓએ કહ્યું
કેટલાક સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ફ્રી વેક્સિનની જાહેરાત તો કરાઈ છે પરંતુ વેક્સિન સેન્ટર બંધ છે એ બાબતે સરકાર અજાણ હોય એમ લાગી રહ્યું છે. જાગૃત લોકો વહેલી સવારથી વેક્સિન લેવા લાઈનમાં ઉભા રહ્યા છે. ત્યારે વેક્સિનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન આવતો હોવાનું અધિકારીઓ દ્વારા કહેવાય રહ્યું છે. પુણાગામ ભૈયાનગર પાસે આવેલ સુમન હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં લાઇનમાં ઉભા રહેલા લોકોની પીડા સરકાર સમજે એ આવી કપળી પરિસ્થિતિમાં ખૂબ જ જરૂરી છે.

વેક્સિન લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
વેક્સિન લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

ગત રોજ શહેરમાં 23,527 લોકોને જ વેક્સિન આપવામાં આવી
વધુમાં જણાવ્યું હતું કે વેક્સિનના ડોઝ ઓછા આવવાને કારણે ઓછા લોકોનું વેક્સિનેશન ન થઈ શકતા લોકો લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. 21 જૂનથી વેક્સિનેશ મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ વેક્સિનના ડોઝ ઓછા આવવાથી વધારે લોકોને વેક્સિન આપી શકાતી નથી. ગત રોજ શહેરમાં 23,527 લોકોને જ વેક્સિન આપવામાં આવી હતી. જેમાં 12913 લોકોને પ્રથમ ડોઝ અને 10614 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

વેક્સિનેશન સેન્ટરને તાળું હોવાથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો.
વેક્સિનેશન સેન્ટરને તાળું હોવાથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો.

વેક્સિનનો મર્યાદિત જથ્થો હોવાથી ગણ્યા ગાઠ્યા લોકોને જ રસીનો લાભ
સેન્ટ્રલ ઝોનમાં 2472, વરાછા-એ ઝોનમાં 3028, વરાછા બી ઝોનમાં 2646, રાંદેર ઝોનમાં 3653, કતારગામ ઝોનમાં 1984, ઉધના ઝોનમાં 3014, લિંબાયત ઝોનમાં 3233 અને અઠવા ઝોનમાં 3497 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. આજે પણ વેક્સિનનો મર્યાદિત જથ્થો હોવાથી ગણ્યા ગાઠ્યા લોકોને જ રસીનો લાભ મળી રહ્યો છે. જેને લઈ ક્યાંય લોકોમાં સરકાર ની વ્યવસ્થા સામે રોષ પણ જોવા મળી રહ્યો છે.