વિરોધ:સુરતના પુણામાં ખાડી ઉપરનો બ્રિજ તોડવાના મુદ્દે કોર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિક લોકો આમને સામને, મહિલાઓ રસ્તા પર ઉતરી

સુરત7 મહિનો પહેલા
સ્થાનિક મહિલાઓએ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો.
  • પૂણા વિસ્તારમાં બ્રિજના કારણે ખાડી પૂર આવવાની દહેશતને લીધે બ્રિજ તોડવાનો નિર્ણય
  • બ્રિજ તોડવાનો નિર્ણ કરતા સ્થાનિક મહિલાઓએ વિરોધ નોંધાવી રસ્તા ઉપર ઉતરી આવ્યા

ચોમાસા દરમિયાન સુરત શહેરમાં ખાડી પૂરનું સંકટ ટોળાતું રહે છે. લિંબાયત પર્વત પાટિયા પર્વત ગામ અને પુણા વિસ્તારમાં ખાડી પૂર દરમિયાન આસપાસના મકાનોમાં દૂષિત પાણી ભરાઇ જવાની ઘટના બનતી હોય છે. જેને પરિણામે ખાડીની આસપાસના વસાહતોમાં 4થી 6 ફૂટ જેટલા પાણી ભરાઇ જવાની સમસ્યા જોવા મળતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા માધવબાગ સોસાયટી પાસે આવેલા ખાડી ઉપર બનાવેલા બ્રિજને તોડી નાખવાનો નિર્ણય લેવાયો છે. જેથી કોર્પોરેશનના અધિકારીઓને સ્થાનિક લોકો આમને સામને આવી ગયા છે અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવી વિરોધ નોંધાવી રહી છે.

ખાડી પાર કરવા એકમાત્ર બ્રિજ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું
સુરત કોર્પોરેશન દ્વારા માધવબાગ સોસાયટીની આગળ ખાડી પરનો બ્રિજ તોડવાનો નિર્ણય કરાતાં સ્થાનિક મહિલાઓ રસ્તા ઉપર ઉતરી આવી હતી. પુણાગામ વિસ્તારમાં ખાડી ઓળંગવા માટે આ એકમાત્ર બ્રિજ હોવાથી તેમણે બ્રિજ તોડવાની લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.મોટી સંખ્યામાં મહિલાઓ કોર્પોરેશનની કામગીરીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કરતા પોલીસ દોડી આવી.
મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કરતા પોલીસ દોડી આવી.

બ્રિજ નહીં તોડવા દેવાની સ્થાનિકોની ચીમકી
બીજી તરફ પુણા વિસ્તારમાં મહિલાઓ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવા માટે ખાડી પરના બ્રિજનો ઉપયોગ કરે છે. આ બ્રિજ તૂટી જાય તો તેમને અવર જવરમાં ભારે મુશ્કેલી થઇ શકે તેવી શક્યતા છે. ચોમાસા દરમિયાન જ્યારે તેમના સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે, ત્યારે સોસાયટીમાં બહાર નીકળવા માટે બે રસ્તાઓ જરૂરી છે. આ બ્રિજના કારણે રેસ્ક્યુ ઓપરેશન પર ખૂબ જ ઝડપથી થઇ શકે છે અને તે ભૂતકાળમાં પણ આ બ્રિજના કારણે લોકો પોતાના ઘરની બહાર નીકળી શક્યા છે તેથી કોઈપણ સંજોગોમાં બ્રિજ નહીં તોડવા દેવાની સ્થાનિકો ચીમકી આપી રહ્યા છે.

સ્થાનિકો લોકો દ્વારા બ્રિજ ન તોડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી.
સ્થાનિકો લોકો દ્વારા બ્રિજ ન તોડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી.

ચોમાસા દરમિયાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય
ચોમાસામાં લિંબાયત મીઠી ખાડી ત્રણથી ચાર વાર માત્ર દોઢ માસના સમય દરમિયાન ઉભરાતી હોય છે. આ સમસ્યાના કારણે સ્થાનિક લોકોને હાલાકી ભોગવવાનો વખત આવતા કોર્પોરેશનના અધિકારીઓએ ડી-વોટરિંગ પંપો મૂકવા માટેનું આયોજન કર્યું છે. જેથી કરીને ખાડીમાં ઉભરાયેલા પાણી વસાહતોમાં ન પ્રવેશી શકે. અધિકારીઓએ છેલ્લા ત્રણ ચાર વખતની ચોમાસા દરમિયાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે.