• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Over 20,000 People Including Harsh Sanghvi Patil Took Part In The Tirangayatra, A 4 Km Long Journey Through Surat Textile Market.

ડ્રોન નજારો:સુરતમાં 4 કિમી લાંબી તિરંગાયાત્રા, હર્ષ સંઘવી-પાટીલ સહિત 20 હજારથી વધુ લોકો જોડાયા, PMએ કહ્યું-સુરતની પ્રગતિના મૂળમાં સુરતીલાલા

સુરત2 મહિનો પહેલા
સુરત શહેરના રિંગરોડ પર ઐતિહાસિક તિરંગાયાત્રા યોજાય.

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ જતા સમગ્ર દેશમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તિરંગાયાત્રાનું પણ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ભાજપના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. 4 કિમી લાંબી તિરંગાયાત્રામાં 20 હજારથી વધુ લોકો જોડાયા હતા. તિરંગાયાત્રામાં વર્ચ્યુઅલી જોડાયેલા PM મોદીએ કહ્યું કે સુરતની પ્રગતિના મૂળમાં સુરતીલાલા છે.

સુરતે તો તિંરગાયાત્રામાં ચાર ચાંદ લગાવી દીધાઃ મોદી
વડાપ્રાધન મોદીએ સુરતની ટેક્સટાઈલ માર્કેટની તિરંગાયાત્રા અંગે કહ્યું હતું કે, સુરતે તો તિંરગાયાત્રામાં ચાર ચાંદ લગાવી દીધા છે. આજે આખા દેશનું ધ્યાન સુરત પર છે. સુરતની તિરંગાયાત્રામાં લધુભારતના દર્શન થઈ રહ્યા છે. દેશનો એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જે સુરતમાં ન વસતો હોય. આજે દેશ આખો સુરતની તિરંગાયાત્રા સામેલ થયો છે.

મોટી સંખ્યામાં લોકો જોડાયા.
મોટી સંખ્યામાં લોકો જોડાયા.

ત્રિરંગો ભારતની એકતા, અખંડિતતા અને વિવિધતાનું પ્રતિક
સુરતના રિંગ રોડ ખાતે ટેક્સટાઈલ વ્યાપારીઓ દ્વારા આયોજિત ભવ્ય તિરંગાયાત્રામાં વર્ચ્યુઅલી જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતના ત્રિરંગામાં માત્ર ત્રણ જ રંગો નથી, પરંતુ તે દેશના ગૌરવશાળી ભૂતકાળ, વર્તમાન પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા અને ભવિષ્યના આપણા સપનાનું પ્રતિબિંબ છે. આપણો ત્રિરંગો ભારતની એકતા, ભારતની અખંડિતતા અને ભારતની વિવિધતાનું પ્રતિક છે.

તિરંગાયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી.
તિરંગાયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી.

મોજીલા સુરતીલાલાઓની દેશભક્તિ સરાહનાને પાત્ર
તિરંગાયાત્રાને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા વડાપ્રધાનએ જણાવ્યું કે, આપણો રાષ્ટ્રધ્વજ દેશના કાપડ ઉદ્યોગ, ખાદી અને આપણી આત્મનિર્ભરતાનું પ્રતિક છે. સુરતે હંમેશા કાપડ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતનો પાયો તૈયાર કર્યો છે. વડાપ્રધાને સુરતીઓ અને વિશેષત: કાપડ ઉદ્યોગકારોની સરાહના કરતા કહ્યું કે, સુરત એક વાર સંકલ્પ કરે છે તો એને કોઈ પણ કિંમતે પૂર્ણ કરવાનો મિજાજ અને તાકાત ધરાવે છે. મોજીલા સુરતીલાલાઓની દેશભક્તિ સરાહનાને પાત્ર છે. સુરતના લોકોએ સ્વતંત્રતાની ભાવના જીવંત કરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

તિરંગાયાત્રામાં વિવિધ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી.
તિરંગાયાત્રામાં વિવિધ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી.

તિરંગો રાષ્ટ્રભાવનાની શક્તિ અને ભક્તિની પ્રતીતિ કરાવે
વડાપ્રધાને મહાત્મા ગાંધીજીને યાદ કરતા કહ્યું કે, બાપુના રૂપમાં ગુજરાતે સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું. આઝાદી પછી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો પાયો નાંખનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નાયકો ગુજરાતે આપ્યા. સ્વતંત્રતા સેનાનીઓએ તિંરગામાં દેશના ભવિષ્ય અને સ્વપ્નાઓ જોયા હતા. આઝાદીના અમૃત્ત કાળમાં પણ રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રની એકતા અને ચેતનાનું પ્રતિનિધિત્વ કરે છે. તિરંગો રાષ્ટ્રભાવનાની શક્તિ અને ભક્તિની પ્રતીતિ કરાવે છે.

મંત્રી દર્શના જરદોષ પણ તિરિંગાયાત્રામાં જોડાયા હતા.
મંત્રી દર્શના જરદોષ પણ તિરિંગાયાત્રામાં જોડાયા હતા.

તિરંગાયાત્રામાં સુરતે લઘુ ભારતના દર્શન કરાવ્યા
વડાપ્રધાને કહ્યું કે, આઝાદીનો અમૃત મહોત્સવ નવા સંકલ્પો અને નવી ઉર્જા આપશે. જનભાગીદારીના અભિયાનમાં નવા ભારતની બુનિયાદને મજબુત કરશે. સુરત પ્રગતિના નવા શિખરો સર કરી રહ્યું છે, તેના મૂળમાં સુરતીલાલાઓ છે. તા.13થી 15મી દરમિયાન હર ઘર તિરંગા અભિયાનમાં દરેક જાતિ, પથના લોકો એકતાની ભાવના સાથે જોડાઈ રહ્યા છે, ત્યારે વડાપ્રધાને તિરંગાયાત્રાનું ભવ્ય આયોજન કરવા બદલ ‘સેવા હી લક્ષ્ય’ ગ્રુપના શ્રીશ્યામાપ્રસાદ બુધિયા, સ્વયંસેવકો, ઉદ્યોગકારોને અભિનંદન પાઠવ્યા હતા.

મોટી સંખ્યામાં લોકો જોડાતા દેશભક્તિનો માહોલ છવાયો હતો.
મોટી સંખ્યામાં લોકો જોડાતા દેશભક્તિનો માહોલ છવાયો હતો.

તિરંગામાં દરેક વર્ગના લોકોને જોડવાની તાકાત
તિરંગાયાત્રામાં સુરતે લઘુ ભારતના દર્શન કરાવ્યા હતા. કપડાના વ્યાપારીઓ, શ્રમિકો, દુકાનદારો, ટ્રાન્સપોર્ટર્સ, સમગ્ર ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝ તિરંગાયાત્રામાં જોડાયા હતા. તિરંગામાં દરેક વર્ગના લોકોને જોડવાની તાકાત છે તે સુરતે સાબિત કર્યું છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા.

ઉદ્યોગપતિઓ દ્વારા તિરંગાયાને સફળ કરવા સહયોગ
સુરતના રીંગરોડ ખાતે આવેલી સુરત ટેક્સટાઇલ માર્કેટથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. છેલ્લા દસ પંદર દિવસથી યાત્રાનું આયોજન કરવા માટે તડામારમાં તૈયારી કરવામાં આવી હતી. વધુમાં વધુ વેપારીઓ તિરંગા યાત્રામાં જોડાય તેના માટે સતત સંપર્કો કરવામાં આવી રહ્યા હતા. અલગ અલગ માર્કેટના પ્રતિનિધિઓ સાથે સતત બેઠકો કરવામાં આવી હતી. પરિણામે એક પણ કપડા માર્કેટો ભાગ લેવાથી વંચિત ન રહી જાય એ પ્રકારની તૈયારી થઈ હતી. ટેક્સટાઇલ ઉદ્યોગમાં જાણીતા ઉદ્યોગપતિઓ દ્વારા આ રેલીને સફળ કરવા માટે તમામ સહયોગ આપવામાં આવ્યો હતો.

સુરતના રીંગરોડ ખાતે આવેલી સુરત ટેક્સટાઇલ માર્કેટથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો.
સુરતના રીંગરોડ ખાતે આવેલી સુરત ટેક્સટાઇલ માર્કેટથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો.

અલગ અલગ જગ્યાએ પુષ્પવર્ષા કરાઈ
સુરત ટેક્સટાઇલ માર્કેટથી શરૂ થયેલી યાત્રામાં અનેક ઝાંખી રજૂ કરવામાં આવી હતી. યાત્રાના સ્વાગત માટે વિવિધ જગ્યાઓ પર ડોમ ઉભા કરવામાં આવ્યા હતા. જ્યાં યાત્રાનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. અલગ અલગ જગ્યાએ પુષ્પવર્ષા પણ યાત્રા ઉપર કરવામાં આવી હતી. રીંગરોડ ઉપર નીકળેલી યાત્રાના દ્રશ્યો સુરત શહેર માટે યાદગાર બની રહ્યા હતા.

4 કિમી લાંબી તિરંગાયાત્રા યોજાઈ.
4 કિમી લાંબી તિરંગાયાત્રા યોજાઈ.

આખા રીંગ રોડ ઉપર માત્ર તિરંગા જ જોવા મળ્યા
રીંગરોડ ઉપર નીકળેલી તિરંગા યાત્રામાં 20,000 કરતા વધુ વેપારીઓ અને અન્ય લોકો જોડાયા હતા. લગભગ તમામના હાથમાં એક સાથે તિરંગો લહેરાતા અદભૂત નજારો જોવા મળ્યો હતો. આખા રીંગ રોડ ઉપર માત્ર તિરંગા અને તિરંગા જ જોવા મળ્યા હતા. તિરંગાના અવકાશી દ્રશ્ય સૌ કોઈને ચકીત કરી દે તેવા હતા.

અન્ય સમાચારો પણ છે...