• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Over 1400 Crore Projects, 246 Works Including 2 Flyovers Of 112 Crore Approved In The New Year In The Newly Included Areas

વધામણાં:નવા સમાવિષ્ટ વિસ્તારોમાં નૂતન વર્ષમાં 1400 કરોડથી વધુના પ્રોજેક્ટ, 112 કરોડના 2 ફ્લાયઓવર સહિત 246 કામો મંજૂર

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનામાં અટવાઈ ગયેલાં કાર્યો નૂતન વર્ષમાં પૂર્ણ કરવા પાલિકા ગ્રાન્ટ મેળવશે

કોરોના બીજી લહેર વખતે વતન ઉપડી ગયેલા શ્રમીક પરિવારોને સ્થિતિ સુધરતા જ પરત બોલાવવા લેબર કોન્ટ્રાક્ટર તથા ઉદ્યોગપતિઓએ કમર કસી હતી. શ્રમિકો પરત ફરતાં જ શરૂ થયેલું ડેવલપમેન્ટ હવે ફરી એક વખત કોરોના પહેલાની સ્થિતિ જેમ પુર્વવત પાટે ચઢ્યું છે. કોરોના લહેર પહેલાં શહેરમાં 456 જેટલા બિલ્ડિંગ નિર્માણ પ્રોજેક્ટ પુર્ણ કરાયાં હતાં.

કોરોના લહેરના લીધે અટવાયેલું ડેવલપમેન્ટ ક્ષેત્ર વર્ષ 2020 દરમ્યાન માંડ 197 પ્રોજેક્ટ ઉપર જ સિમિત રહ્યું હતું. જોકે ચાલુ વર્ષમાં જ સુધરતી સ્થિતિને જોતા બાંધકામ ક્ષેત્રએ નવા246 પ્રોજેક્ટ સાથે શહેરભરમાં ફરી એકવખત રોજગારીની તકો ઊભી કરવાની સાથે નવા વિસ્તારોમાં વિકાસને વેગ આપ્યું છે.

છેવાડાની 2 નગરપાલિકાઓ તેમજ 27 ગામોને શહેરમાં સમાવી લેવાયાં
​​​​​​​દેશના અન્ય મહાનગરોની સરખામણીએ ખુબ ઝડપથી વિકાસ કરતા સુરત શહેરમાં વર્ષ 2006ના હદ વિસ્તરણ બાદ જૂન-2020માં વધુ એક વખત શહેરી હદ વિસ્તરણ અંતર્ગત 2 નગરપાલિકા તેમજ 27 ગામોને સમાવી લેવાયા હતાં. શહેરનું ક્ષેત્રફળ વધવાની સાથે ચારે દિશામાં શહેરી આવશ્યક સેવાઓ પૂરી પાડવા કવાયત શરૂ કરાઇ છે. પ્રથમ તબક્કે પાલિકાએ અમૃત-2 અને સ્વચ્છ ભારત મિશન-2 યોજના હેઠળ આશરે 1400 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કામો શરૂ કરવાનું પ્લાનીંગ હાથ ધર્યું છે.

ડેવલપમેન્ટ, કોવિડ લહેર પહેલાં અને પછીની સ્થિતિ

સમયગાળોરહેણાકકોમર્શિયલઅન્યકુલ

01/01/2019 થી 31/12/2019

29813523456

01/01/2020 થી 31/12/2020

1087415197

01/01/2020 થી 31/10/2021

158799246
કુલ56428847899

નવા વર્ષમાં શહેરને બે નવા બ્રિજ આ રીતે મળશે
​​​​​​​નવા વર્ષમાં ભાઠેના જંકશન પર BRTS અને કેનાલ ટ્રેક પર 600 મીટર લાંબા બ્રિજના નિર્માણ માટે આશરે 37 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. તેવી જ રીતે કોસાડ કૃભકો લાઇન માટે વેલંજા-હજીરાને જોડતા માર્ગ પર હજીરા ફાટક ઉપર 75 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવાશે.

અન્ય સમાચારો પણ છે...