સુરત શહેરમાં 1800થી વધારે નાની મોટી આઈટી કંપનીઓ અને 20 હજારથી વધારે લોકો આ સેક્ટર સાથે જોડાયેલા છે. મોટા વરાછા અબ્રામા ખાતે યોજાયેલી સભામાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘સુરતના યુવાનો ગાંધીનગરની આઈટીની માયાજાળને સુરતમાં ખેંચી લાવશે.’ નોઈડા, ઈન્દોર અને પુણેમાં હાલ આઈટી ઈન્ડસ્ટ્રી રોકેટ ગતિએ આગળ વધી રહી છે.
પરંતુ પ્રાથમિક સુવિધા સહિતના કોઈ સરકારી લાભો મળતા ન હોવાથી આઈટી ઈન્ડસ્ટ્રીને બુસ્ટઅપ મળતું નથી. જો સરકાર સુરતની જરૂરિયાતોને સમજીને આઈટી પોલિસી બનાવી તેનું મજબૂત રીતે અમલીકરણ જરૂરી છે. ઇન્દોરમાં એમપી સરકારે એક્સપ્રેસ વે સાથે આઇટી પાર્ક બનાવી આપી એરપોર્ટ નજીક જમીન પણ ફાળવી હતી.
સુરતે IT ક્ષેત્રે સ્વબળે 5થી વધુ સિદ્ધિઓ મેળવી છે
સુરતને આટલું જો મળે તો સિદ્ધિના સોપાન સર કરી શકે
ફેબ્રુઆરીમાં યોજાનારી ગ્લોબલ સમિટમાં નોઈડામાં 10 લાખ કરોડનાં રોકાણો થશે
ઉત્તર પ્રદેશના શો-વિંડો નોઈડા અને ગ્રેટર નોઈડા પણ હવે આઈટી હબ બની રહ્યા છે. 5 વર્ષમાં 867 મલ્ટિનેશનલ કંપનીઓએ જમીન ખરીદી છે. જેમાં સેંમસંગ, માઈક્રોસોફ્ટ, આઈકિયા, ગુગલ, એચસીએલ, ટીસીએસ, અંબાણી અને અદાણી જેવા ગ્રુપો છે. યુપીમાં ફેબ્રુઆરીમાં યોજાનારી ગ્લોબલ સમિટમાં નોઈડામાં 10 લાખ કરોડના રોકાણ થશે.
43 IAS ઓફિસરો 20 દેશોની મુલાકાતે જશે. આગળના વર્ષોમાં હૈદ્રાબાદ-બેંગલુરથી પણ ઘણી આઈટી કંપનીઓ નોઈડામાં આવશે. > રીતુ માહેશ્વરી, CEO, નોઈડા ઓથોરીટી
પૂનામાં 1988માં શરૂ થયેલા પાર્કમાં 350 કંપની અને 3 લાખ કર્મચારી કામ કરે છે
પૂનામાં 1988માં રાજીવ ગાંધી IT પાર્ક બનાવવા સરકારે 2800 એકર જમીન ફાળવી હતી. પાર્કમાં રસ્તા, ડ્રેનેજ, લાઈટની સુવિધા અપાઈ હતી. હાલ આ પાર્કમાં 350થી વધુ આઈટી કંપનીઓ છે જેમાં 3 લાખ કર્મચારીઓ છે. અહીં ઈન્ડોનેશિયા, અમેરિકા, બ્રિટન, યુ.કે, જર્મની, પોલેન્ડ, યુરોપ સહિતના દેશોના આઉટ સોર્સિંગના કામ થાય છે.
આઈટી એક્સપોર્ટમાં મહારાષ્ટ્ર પ્રથમ છે. સરકારે આઈટી પોલિસી બનાવી સસ્તા ભાવે જમીન આપી, મેટ્રો સ્ટેશન સહિતના લાભ અપાઈ રહ્યા છે. > હરપ્રિતસિંગ સલુજા, પ્રમુખ, IT એસો., પૂના
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.