શહેર-જિલ્લામાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરીને દસ્તાવેજ બનાવી લેનાર મિલકતદારો પાસેથી સરકારે વસુલી શરૂ કરી છે. જેમાં શહેરના 14470 મિલકતદારોને સમન્સ પાઠવીને 32.58 કરોડની વસૂલાત કરાશે. વર્ષ 1985થી દસ્તેવાજની બાકી વસુલવા સ્ટેમ્પ ડ્યુટી વિભાગ-1 સુરત સિટીએ સમન્સ પાઠવવાના શરૂ કરી દીધા છે. આ મિલકતદારો પાસે 5 લાખ સુધીની સ્ટેમ્પ ડ્યુટી બાકી હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં 1200 જેટલા સમન્સ પાઠવી દેવામાં આવ્યા છે.
મિલકતદારોને ડ્યુટી બાકી હોવાનો ખ્યાલ જ નથી
દસ્તાવેજ છોડાવવા દોડી આવતા મિલકતમાલિકોને ઓછી સ્ટેમ્પ ડ્યુટી અંગે જાણ જ નથી હોતી. જે તે સમયે બિલ્ડરે દસ્તાવેજ કરાવ્યા હોવાનું ઘણા મિલકતધારકો કહી રહ્યા છે.
મિલકત જપ્તી પણ થઇ શકે
બાકી સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં જો પેન્ડિંગ સ્ટેમ્પ ડ્યુટી નહીં ભરે તો મિલકત જપ્તી સુધીની કાર્યવાહી કરાશે. > યુ.એમ.જાડેજા, સ્ટેમ્પ ડ્યુટી અધિકારી
પક્ષકાર | ખુટતી ડ્યુટી |
જમનાબાનગર સોસા. લી. | |
પ્રમુખ શિરિષ કાપડિયા | 1665497 |
જમનાબાનગર સોસા. લી. | |
પ્રમુખ શિરિષ કાપડિયા | 1665497 |
છગનભાઇ જોગાણી | 1549210 |
નટુ બાબુભાઇ જયાણી | 1414056 |
શિવા દેવજીભાઇ પટેલ | 1397396 |
પ્રેમજી કરશનભાઇ પટેલ | 1363580 |
મે.ફરામરોઝ લાકડાવાલા | 1142428 |
પ્રેમજીભાઇ, | |
કાંતાબેન અને વારસ | 1087245 |
નારણ જેરામભાઇ પટેલ | 1011040 |
દેવીલા નગીનભાઇ સુરતી | 951662 |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.