તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ઉધના રેલ્વે સ્ટેશન બહાર પાંડેસરાના યુવકે ભૂલથી કોલ્ડ્રીંક્સની જગ્યાએ સેનેટાઈઝર ગટગટાવી લીધું

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉધના રેલ્વે સ્ટેશનની બહાર પાંડેસરાનો યુવક ભુલથી કોલ્ડ્રીંક્સની સાથે મુકેલું સેનેટાઈઝર પી ગયો હતો. સેનેટાઈઝર પીવાઈ જતા તબિયત લથડ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં હાલ તેની સ્થિતી સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પાંડેસરા કલ્યાણકુટીર ચિકુવાડીની સામે રહેતા દિનેશભાઈ સુખદેવભાઈ ખંડારે (25) બેટરી ચાર્જ કરવાનું કામ કરે છે.

શુક્રવારે તેઓ ઉધના રેલ્વે સ્ટેશન બહાર મિત્રો સાથે કોલ્ડ્રીંક્સ પીતા હતા. ત્યારે ભુલથી નજીકમાં મુકેલી સેનેટાઈઝરની બોટલમાંથી સેનેટાઈઝર પી ગયા હતા. સેનેટાઈઝરનો ઘુટડો ભરતાની સાથે જ ખ્યાલ આવી જતા તેમણે વધુ સેનેટાઈઝર પીધું ન હતું. પરંતુ ત્યાર બાદ તેમને ઉલ્ટીઓ થવા માંડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...