સુરત:ગુજરાતનું પ્રથમ કલસ્ટર રાંદેર કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી બહાર, લોકોએ હાશકારો અનુભવ્યો

સુરત3 વર્ષ પહેલા
કલસ્ટર વિસ્તારમાંથી રાંદેર મુક્ત કરાતા તંત્ર દ્વારા વાંસના બાંબુ હટાવવામાં આવ્યાં હતાં.
  • વાંસના બાંબુનું બેરીકેટ દૂર કરાયું
  • બેંક સહિતની સુવિધાઓ શરૂ કરાશે

શહેરના 58 વિસ્તારોમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધુ જણાતા તે વિસ્તારને વિવિધ જાહેરનામાં પ્રસિદ્ધ કરી ક્લસ્ટર જાહેર કરાયા હતાં. આ ક્લસ્ટર વિસ્તારોમાં 28 દિવસ સુધી કેસ નહી નોંધાયા હોય તેવા વિસ્તારોના ક્લસ્ટરમાં ફેરફાર કરવામાં આવ્યાં છે.  જેમાં અઠવા અને રાંદેર ઝોનના ત્રણ ક્લસ્ટરને સંપૂર્ણ દૂર કરી દેવાયા છે.રાંદેરમાંથી કલસ્ટર દૂર કરવામાં આવતાં બેરીકેડ દૂર કરવામાં આવ્યાં છે. સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વખતે કલસ્ટર કરાયેલા રાંદેર ગામ તળ સહિતના વિસ્તારમાં રચાયેલા વાંસના બાંબુને હટાવવાની પાલિકાએ કામગીરી કરી છે.

બે મહિનાથી લોકો પરેશાન હતા

રાંદેર ગામ તળના લોકો માટે કલસ્ટર હટતાં હાશકારો થયો છે.ક્લસ્ટરમાંથી વિસ્તાર દૂર થતા તંત્ર દ્વારા બેરીકેટ દૂર કરાયા છે.આખા ગામ તળ, ગોરાટ રોડ પર બાંબુની બેરીકેટ કરાઈ હતી.રાંદેરમાં બેંક સહીત દુકાનો પણ સોશ્યિલ ડિસ્ટન્સીંગ સાથે શરૂ થશે. બે મહિનાથી પરેશાન રાંદેરના લોકોને બેરીકેટ હટતા હાશકારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...