તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રશંસનિય કામગીરી:સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર 108માં EMTએ ચાલુ એમ્બ્યુલન્સે સગર્ભાની પ્રસુતિ કરાવી, દીકરીનો જન્મ થયો

સુરત8 મહિનો પહેલા
પ્રસુતિ કરાવવાની પરિસ્થિતિ ઉભી થતા EMTએ 108માં જ પ્રસુતિ કરાવી. - Divya Bhaskar
પ્રસુતિ કરાવવાની પરિસ્થિતિ ઉભી થતા EMTએ 108માં જ પ્રસુતિ કરાવી.
  • સગર્ભાને લઈને 108 ગણતરીની મિનિટોમાં સિવિલ હોસ્પિટલ પહોંચી ગઈ
  • EMTની પ્રશંસનિય કામગીરીથી મહિલાના પરિવારે અભિનંદન પાઠવ્યા

સુરત શહેરમાં સગર્ભાઓને હોસ્પિટલ પહોંચતા હોસ્પિટલ બહાર કે હોસ્પિટલના ટ્રોમા સેન્ટર સામે જ પ્રસુતિ કરાવી હોવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આજે સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર 108માં EMTએ ચાલુ એમ્બ્યુલન્સે સગર્ભાની પ્રસુતિ કરાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગર્ભાએ દીકરીને જન્મ આપ્યો છે. હાલ દીકરી અને માતાની હાલત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.

મહિલા અને તેની દીકરીને ગા.નેક વોર્ડમાં રિફર કરવામાં આવ્યા.
મહિલા અને તેની દીકરીને ગા.નેક વોર્ડમાં રિફર કરવામાં આવ્યા.

સિવિલમાં 4 વાગ્યે બોલાવ્યા પણ 3 વાગ્યે જ પીડા શરૂ થઈ ગઈ
અડાજણ વિસ્તારમાં આવેલા ખોડિયાનગરમાં મૂળ મહારાષ્ટ્રના વતની 35 વર્ષીય સપના નિતિન વસઈકર પરિવાર સાથે રહે છે. તેને એક દીકરી અને બે પુત્ર છે. 9 માસનો ગર્ભ હોવાથી આજે સિવિલ હોસ્પિટલમાં ચાર વાગ્યે બોલાવવામાં આવ્યા હતા. દરમિયાન 3 વાગ્યે જ પ્રસુતિની પીડા શરૂ થઈ ગઈ હતી. જેથી 108 બોલાવવામાં આવી હતી. અઠવા લોકેશનનની 108ના ઈએમટી રિયા રાવલ અને પાયલોટ નિરજ ગામિત તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

મહિલાને 1 દીકરી અને 2 પુત્ર છે જ્યારે હવે વધુ એક દીકરીને જન્મ આપ્યો.
મહિલાને 1 દીકરી અને 2 પુત્ર છે જ્યારે હવે વધુ એક દીકરીને જન્મ આપ્યો.

પ્રસુતિ કરાવવાની પરિસ્થિતિ ઉભી થતા એમ્બ્યુલન્સમાં જ કરાવી
ગણતરીની મિનિટોમાં 108ને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર સામે ઉભા રાખવામાં આવી હતી. જોકે, તે પહેલા જ પ્રસુતિ કરાવવાની પરિસ્થિતિ ઉભી થઈ હતી. જેથી ઈએમટી રિયાએ ચાલુ એમ્બ્યુલન્સે જ મહિલાની પ્રસુતિ કરવા હતી. જેમાં મહિલાએ દીકરીને જન્મ આપ્યો હતો. ટ્રોમા સેન્ટરની નર્સને જાણ થતા દોડી આવી હતી. ત્યારબાદ દીકરી અને માતાને ટ્રોમા સેન્ટરમાં લઈ જઈ પ્રાથમિક સારવાર આપી હતી અને ગાયનેક વોર્ડમાં રિફર કર્યા હતા. હાલ માતા અને દીકરી બંનેની હાલત સમાન્ય હોવાનું જાણવા મળ્યું છે. 108ના ઈએમટીની પ્રશંસનિય કામગીરીથી મહિલાના પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.