સમસ્યા:કાંઠા વિસ્તારમાં એડવાન્સ વેરામાં 50%ના વધારાથી રોષ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પરિવર્તન ટ્રસ્ટે આંદોલનની ચીમકી આપી

શહેરમાં સમાવિષ્ટ થયાના 14 વર્ષ પછી પણ હજુ સંપૂર્ણપણે પ્રાથમિક સુવિધા મળી નથી ત્યાં હવે કાંઠા વિસ્તારના ગામોમાં નાણાકીય વર્ષ 2020-21ના એડવાન્સ ટેક્સમાં પાણી, ડ્રેનેજ સાથે અન્ય વેરામાં 50 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કાંઠા વિભાગ યુવા કોળી સમાજ પરિવર્તન ટ્રસ્ટે વેરામાં ઘટાડો ન કરાય તો જનઆંદોલન સાથે કોર્ટમાં જવાની ચિમકી આપી છે. આ અંગે પરિવર્તન ટ્રસ્ટે આ વિસ્તારના સાંસદ, ધારાસભ્ય, નગરસેવકો સાથે મ્યુ.કમિશનર,મેયરથી લઇ તમામ પદાધિકારીઓને પત્ર લખી રજૂઆત કરી છે.

પરિવર્તન ટ્રસ્ટ કહે છે કે, વર્ષ 2006થી પાલિકાની હદમાં ભીમપોર, ડુમસ, સુલતાનાબાદ, ગવીયર, વાંટા, રૂંઢ, મગદલ્લા, વેસુ, આભવા, ખજોદ, ભરથાણા, ભીમરાડ, સરસાણા, ડૂંડી, વડોદ, બમરોલી, સોનારી, જીયાવ, દીપલી, બુડિયા, ઉન, ગભેણીનો સમાવેશ કરાયો હતો. 14 વર્ષ પછી પણ આ ગામોમાં આંશિક પ્રાથમિક સુવિધા મળી છે. મોટાભાગના ગામોમાં રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રોમ ડ્રેનેજ, પાણી, સાફસફાઇ, આરોગ્ય, પ્રાથમિક શાળા વગેરેની પ્રાથમિક સુવિધા મળી નથી. તેમ છતાં આકારણી વેરા બિલોમાં જે સુવિધા નથી આપવામાં આવતી તેનો પણ વેરાબિલમાં ચાર્જ વસુલવવામાં આવે છે. હાલના એડવાન્સ વેરામાં પાણી, ડ્રેનેજ, અન્ય વેરામાં 50 ટકાથી વધુનો ઘરખમ વધારો કરાયો છે. આ વેરા બાબતે જરૂર પડશે તો કોર્ટમાં જવા સાથે જનઆંદોલન પણ કરીશું.

અન્ય સમાચારો પણ છે...