પૂજા કરી વિરોધ નોધાવ્યો:પંજાબમાં વડાપ્રધાનના કાફલાને રોકાતા ભાજપમાં રોષ, સુરતના શિવાલયોમાં મૃત્યુંજયનો જાપ કરી PMના દીર્ઘાયુષ્યની કામના કરાઈ

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાજપના કાર્યકરોએ કોરોના ગાઈલાઈનનો ભંગ કરીને કાર્યક્રમ યોજ્યો હતો. - Divya Bhaskar
ભાજપના કાર્યકરોએ કોરોના ગાઈલાઈનનો ભંગ કરીને કાર્યક્રમ યોજ્યો હતો.
  • કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સદબુદ્ધિ આવે તેવી પણ પ્રાર્થના કરાઈ

ગઈકાલે પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકવામાં આવ્યો હતો. તેને લઈને દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ નોંધાવી રહ્યા છે. સુરતના વિવિધ વોર્ડમાં શિવાલયોમાં કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ભગવાન મહાદેવને અભિષેક કરીને મૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવ્યો હતો. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.

કોંગી નેતા માટે સદબુદ્ધિ મગાઈ
ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ વોર્ડમાં કાર્યક્રમનું આયોજન કરીને કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સદબુદ્ધિ આવે તેવી પણ પ્રાર્થના કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલામાં જે પ્રકારે સુરક્ષાની ચૂક કરવામાં આવી હોવાના દૃશ્યો કાલે જોવા મળ્યા હતા. વડાપ્રધાનની સુરક્ષામાં મોટી બેજવાબદારી સામે આવતા તેમના જીવન પર પણ ખતરો ઉભો થાય તેવી સ્થિતિ જોવા મળી હતી. આ સમગ્ર ઘટના પાછળ કોંગ્રેસ પાર્ટીનો હાથ હોવાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો.

વોર્ડ દિઠ મોટી સંખ્યામાં લોકો કાર્યકરો એકઠાં થયાં હતાં.
વોર્ડ દિઠ મોટી સંખ્યામાં લોકો કાર્યકરો એકઠાં થયાં હતાં.

કોરોના વચ્ચે કાર્યક્રમ
મહત્વની બાબત એ છે કે, હાલ કોરોના સંક્રમણ રોકેટ ગતિએ સમગ્ર શહેરમાં ફેલાઈ રહ્યું છે. રોજના હવે 600 કરતા વધારે કેસો નોંધાયા છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ટકોર કરવામાં આવી છે કે, વધુ લોકો એકત્રિત ન થાય અને વિશેષ કરીને તમામ લોકો માસ્ક પહેરે તે જરૂરી છે. ભાજપના કાર્યકર્તાઓએ જાણે નક્કી કરી લીધું હોય કે, તેમણે કોરોના સંક્રમણ અટકાવવા માટે જે ગાઈડ લાઈન આપવામાં આવી છે. તેનું સતત ઉલ્લંઘન જ કરવું છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ વારંવાર સૂચના આપી રહ્યા હોવા છતાં પણ રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ પોતાનો કાર્યક્રમ મોકૂફ રાખવાનો સમજી રહ્યા નથી. જેથી કરીને શહેરભરમાં કોરાણા વિસ્ફોટ થઈ રહ્યો છે.