તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેરા વસૂલાત:કાપડ માર્કેટમાં પાંચ કરોડના પાણી વેરાની બબ્બે વાર વસૂલાતથી વેપારીઓમાં રોષ

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની 185 ટેક્સટાઈલ માર્કેટો અને ટેક્સટાઈલ માર્કેટની અંદરની દુકાનો પાસેથી પણ પાણી વેરો વસૂલવામાં આવતો હોવાથી વેપારીઓને ડબલ પાણી વેરો ભરવો પડી રહ્યો હોવાની રાવ ઉઠી છે. ફોસ્ટા દ્વારા આ મામલે મનપા કમિશનર બંછાનીધિ પાનીને આવેદનપત્ર આપી દુકાનોનો વેરો માફ કરવા માટે રજૂઆત કરવામાં આ‌વી છે.

સુરત શહેરમાં રિંગરોડ પર 185 ટેક્સટાઈલ માર્કેટો આવેલી છે. જેમાં 65 હજાર દુકાનો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક ટેક્સટાઈલ માર્કેટનું કોમન મેઈન્ટેનન્સ લેવામાં આવે છે. સાથે દરેક માર્કેટની 65 હજાર દુકાનોનું પણ મેઈન્ટેનન્સ લેવામાં આવે છે. જેના કારણે કોરોનાકાળમાં મંદી અને મોંઘવારી વચ્ચે વેપારીઓને આ વેરો અસહ્ય બની રહ્યો છે. જેથી પાણી વેરામાંથી માફી આપવા માટે વેપારીઓ દ્વારા ફોસ્ટાને રજૂઆત કરવામાં આવી હતી. જેના સંદર્ભે આજે બુધવારે ફોસ્ટાએ પાલિકા કમિશનરને રજૂઆત કરી છે. એક અંદાજ પ્રમાણે પાલિકા દ્વારા દરેક દુકાનો મળીને 5 કરોડ રૂપિયા જેટલો પાણી વેરો વસૂલ કરવામાં આવે છે. માર્કેટના વેપારીઓને જે-તે માર્કેટને અને મહાનગર પાલિકાને મળીને ડબલ પાણી વેરો આપવો પડે છે. જેથી આ પાણીવેરામાં માફી આપવા માટે ફોસ્ટા દ્વારા મનપા કમિશનર બંછાનીધિ પાનીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

બે વખત ચૂકવવો પડતો વેરો અસહ્ય હોવાથી માફી માટે માગ
ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું કે, એસએમસી દ્વારા દરેક ટેક્સટાઈલ માર્કેટ પાસેથી પાણી વેરો લેવામાં આવે છે અને દરેક દુકાન પાસેથી પણ વેરો લેવામાં આવે છે. જેના કારણે વેપારીઓને જે-તે માર્કેટના એસોસિએશન અને એસએમસીને બે વખત વેરો આપવો પડે છે. એટલા માટે એસોસિએશન દ્વારા વેપારીઓ પાસેથી વેરો નહીં વસૂલવા માટે મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...