ઉદાસીન વલણ:સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં શરૂ કરાયેલા વેક્સિન સેન્ટરમાંથી 4 બંધ કરી દેવાતા વેપારીઓ અને શ્રમિકોમાં નારાજગી

સુરત6 મહિનો પહેલા
વેક્સિનેશન સેન્ટર બંધ કરી દેવામાં આવતાં ટેક્સટાઈલ માર્કેટમાં રોષ જોવા મળી રહ્યો છે.
  • ત્રીજી લહેર અગાઉ જ વેક્સિનેશન ઓછું થતા કાપડ માર્કેટમાં રોષ

સુરત શહેરમાં ત્રીજી લહેરની તૈયારીમાં તંત્ર વેક્સિનેશન ભૂલી ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરમાં સૌથી વધુ કોરોના સંક્રમણ માટે સુપર સ્પ્રેડર તરીકે ટેક્સટાઈલ માર્કેટ અને કોર્પોરેશન દ્વારા આઈડેન્ટિફાય કરાઈ હતી. શરૂઆતના તબક્કામાં ટેકસટાઇલ માર્કેટના વેપારીઓને વેક્સિન આપવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. વેકેસિન લીધા વગર માર્કેટમાં પ્રવેશ બંધી હતી. ટેક્સટાઇલ માર્કેટમાં કુલ પાંચ જેટલા વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. આરકેટી માર્કેટ, ગુડ લક માર્કેટ, જે.જે માર્કેટ, રઘુકુળ માર્કેટ અને આશીર્વાદ માર્કેટ આ તમામ માર્કેટોમાં વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આજે આરકેટીને બાદ કરતાં ચાર સેન્ટર બંધ કરી દેવાયા છે.

બીજો ડોઝ બાકી હોવા છતાં સેન્ટર બંધ કરી દેવાયા છે.
બીજો ડોઝ બાકી હોવા છતાં સેન્ટર બંધ કરી દેવાયા છે.

બીજા ડોઝનો સમય થતા જ સેન્ટર બંધ
ટેક્સ્ટાઇલ માર્કેટમાં અન્ય રાજ્યમાંથી પણ વેપારીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. વિશેષ કરીને મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાંથી વેપારીઓ માર્કેટમાં આવતા હોય છે. ત્યારે કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતા પણ વધુ જોવામાં આવે છે. મોટા ઉપાડે શરૂ કરેલા ફ્રિ વેક્સિનેશન અભિયાનને લઈને હવે કોર્પોરેશને હાથ ઊંચા કરી દીધા હોય તેવું લાગી રહ્યું છે. વેક્સિનનો જથ્થો પૂરતો નથી અને બીજી તરફ લોકોમાં વ્યક્તિને લઈને ઘણા સમયથી જે જાગૃતિ જોવા મળી રહી છે, જેથી લોકો વેક્સિન લેવા માટે ઉતાવળા થઈ રહ્યા છે. એટલું જ નહીં જે લોકોએ પ્રથમ ડોઝ લઇ લીધો હતો, તેઓને હવે બીજા ડોઝ લેવાનો સમય થઈ ગયો છે. પરંતુ તેમને વેક્સિન ન મળતી હોવાનું સામે આવી રહ્યું છે.

અગાઉ રોજની 400 થી 300 જેટલી વેક્સિન અપાતી હતી
અગાઉ રોજની 400 થી 300 જેટલી વેક્સિન અપાતી હતી

કોર્પોરેશનનું ઉદાસીન વલણ
ગુડલક માર્કેટના વેપારી દિનેશભાઇએ જણાવ્યું કે, શરૂઆતમાં અહીંના સેન્ટર ઉપર રોજની 400 થી 300 જેટલી વેક્સિન અપાતી હતી. પરંતુ હવે સદંતર બંધ કરી દેવામાં આવી છે. કોર્પોરેશન પાસે વ્યક્તિ ન હોવાથી તેઓ હવે અમને આપી શકતા નથી. અમે સતત માંગણી કરી રહ્યા છીએ કે, વેપારીઓ અને અહીં આવતા કામદારોને હજી પણ વેક્સિન મળી નથી. તેમજ જેમણે પ્રથમ ડોઝ લઈ લીધો છે તેમને હવે બીજો ડોઝ લેવા માટે પણ મુશ્કેલી થઈ રહી છે. જે ટેક્સટાઇલ માર્કેટને સુપર સ્પ્રેડર માનવામાં આવતા હતાં. તેને લઈને જ કોર્પોરેશન ઉદાસીન વલણ દેખાઈ રહ્યું છે.