તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:શહેરના કુલ 1 લાખમાંથી 38 ટકા કેસ માત્ર અઠવા-રાંદેરમાંથી નોંધાયા, નવા 1045 કેસ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દર્દીને બર્થ ડે યાદ ન હતો, તબીબોએ કેક કાપી, - Divya Bhaskar
દર્દીને બર્થ ડે યાદ ન હતો, તબીબોએ કેક કાપી,
  • શહેર-જિલ્લામાં કોરોનાથી 14 દર્દીઓનાં મોત, 1938 સાજા થતાં રજા મળી
  • શહેર-જિલ્લામાં 119644 લોકોએ કોરોનાને હરાવ્યો, એક્ટિવ કેસ 10398 થયા

શહેરમાં કોરોનાના કુલ 103489 કેસ નોંધાયા છે, જેમાંથી 38 % કેસ માત્ર અઠવા અને રાંદેર ઝોનમાંથી જ નોંધાયા છે. અઠવામાં કુલ કેસની સંખ્યા 20921 અને રાંદેરમાં કુલ કેસો 187221 પર પહોંચ્યા છે. શહેરમાં 781 અને જિલ્લામાં 264 કેસ સાથે શહેર જિલ્લામાં બુધવારે કોરોનાના વધુ 1045 કેસ પોઝિટિવ નોંધાયા છે. બુધવારે શહેરમાં 09 અને જિલ્લામાં 05 મળી 14 કોરોના દર્દીઓના મૃત્યુ થતાં કુલ મૃતાંક 1921 થઈ ગયો છે.

તેની સામે શહેરમાંથી 1602 અને જિલ્લામાંથી 336 મળી શહેર જિલ્લામાંથી 1938 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 119644 કોરોનાના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે. પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં ઘટતા એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 10398 થઇ ગઇ છે.

દર્દીને બર્થ ડે યાદ ન હતો, તબીબોએ કેક કાપી, સ્મીમેર હોસ્પિટલમાં 61 વર્ષના દર્દી આઠ દિવસ બેહોશ રહ્યા હતાં. ખરાબ તબિયતને કારણે દર્દીને પોતાનો જ જન્મ દિવસ યાદ ન હતો. જો કે તબીબોએ જન્મ દિવસ યાદ કરાવી વોર્ડમાં જ કેક કાપી હતી

રાંદેરમાં સૌથી વધુ 211, ઉધનામાં 53 કેસ આવ્યા​​

ઝોનકેસકુલકેસ
સેન્ટ્રલ589825
વરાછા-એ5210293
વરાછા-બી519578
રાંદેર21118722
કતારગામ10114478
લિંબાયત5510122
ઉધના539550
અઠવા20020921
કુલ781103489

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...