તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:સુરતમાં રસી લેનારા દર એક હજારમાંથી માત્ર 9ને કોરોના, મૃત્યુ તો એકપણ નહીં

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
66 ટકા લોકોએ એક, 47 ટકા લોકોએ બે ડોઝ લીધા - Divya Bhaskar
66 ટકા લોકોએ એક, 47 ટકા લોકોએ બે ડોઝ લીધા
  • કો-વેક્સિનના બગાડમાં રાજ્યમાં સુરત નંબર 1, કોવિશિલ્ડમાં 7માં નંબરે
  • અત્યાર સુધી સુરત શહેર-જિલ્લામાં કો-વેક્સિન વેસ્ટેજનું પ્રમાણ 31 ટકા જ્યારે કોવિશિલ્ડનું 4 ટકા
  • વેક્સિન નહીં લેનાર 50થી વધુ TRB જવાનોને ડ્યૂટી પરથી હટાવી દેવાયા

સુરત શહેરમાં હેલ્થવર્કર્સ, ફ્રન્ટલાઈનર્સ અને 45 થી વધુની ઉંમરના કુલ 7.48 લાખ લોકોએ વેક્સિન મૂકાવી હતી. જેમાંથી કુલ 7213 લોકોને એટલે કે રસી લેનારા દર હજારમાંથી માત્ર 9 લોકોને કોરોના થયો હોવાનું પાલિકાના અધિકારીનું કહેવું છે. જો કે, વેક્સિન લીધી હોવાના કારણે 7213માંથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. બીજી તરફ, રાજયભરમાં સુરતમાં કો-વેક્સિનનો ડોઝનો સૌથી વધુ 31 ટકા બગાડ થયો છે જયારે કોવિશિલ્ડનો ચાર ટકા બગાડ થયો હતો. શનિવારથી 18 થી 45 વર્ષના લોકો માટે 50 કેન્દ્ર ખાતેથી રસીકરણ કરવામાં આવશે. ઓછામાં ઓછા 7500 અને વધુમાં વધુ રસી મૂકવાનો અંદાજ પાલિકાએ વ્યકત કર્યો છે.

શનિવારે રસીકરણ માટે જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે તમામ સરકારી કેન્દ્રો ખાતે કરાઈ છે. ખાનગી હોસ્પિટલોએ વેક્સિન મૂકવી હશે તો ડાયરેકટ કંપનીઓ પાસેથી હવે ખરીદવી પડશે. રાજ્ય સરકાર દ્વારા 18થી 45 વર્ષના લોકો માટે રસીનો જથ્થો પ્રાઈવેટ હોસ્પિટલોને આપશે નહીં.

હેલ્થ વર્ક્સ
ટાર્ગેટરસીકરણટકા
સુરત443542931666
જીલ્લો12796850466

આ સેન્ટરો પર વેક્સિન મુકાવી શકાશે
- અઠવા ઝોન: અલથાણ કમ્યુનિટી હોલ, અલથાણ સ્વિમીંગ પૂલ ન્યુ સિટીલાઇટ, ઉમરા કમ્યુનિટી હોલ, માહેશ્વરી ભવન, રીંગા સ્ટ્રીટ ગોઅન્કા કેનાલ રોડ, ભરથાણા પ્રા. સ્કૂલ
- રાંદેર ઝોન: અડાજણ અર્બન હેલ્થ સેન્ટર, ઇશિતા પાર્ક કમ્યુનિટી હોલ, સ્પોર્ટસ કલબ, જહાંગીરપુરા હોલ, સેવન સ્ટે સ્કૂલ, રીવરડેલ સ્કૂલ, દાળિયા સ્કૂલ, પાલનપુર અર્બન સેન્ટર
- સેન્ટ્રલ ઝોન: સ્કૂલ નં 20, નાનપુરા, ટી એન્ડ ટીવી ગોપીપુરા સ્કૂલ, નાણાવટ સ્કૂલ નં 144, સગરામપુરા ક્ષેત્રફાળ હેલ્થ સેન્ટર, રૂસ્તમપુરા કમ્યુનિટી હોલ
- કતારગામ ઝોન: સિંગણપોર પ્રમુખ વિદ્યાલય, એસએમસી સ્કૂલ નં 289-લલીતા ચોકડી, નાની બહુચરાજી વોર્ડ ઓફિસ, સુમન સ્કૂલ નં 3 વસ્તાદેવડી રોડ, એસએમસી સ્કૂલ નં 307, અમરોલી ગામ, એસએમસી સ્કૂલ નં 332 ઉત્રાણ, એસએમસી સ્કૂલ નં 181 લેકગાર્ડન પાસે, કોસાડ, એસએમસી સ્કૂલ નં 232, ગણેશપુરા ગુજરાત હાઉસીંગ બોર્ડ
- વરાછા ઝોન-એ: પટેલ સમાજની વાડી મીની બજાર, શ્યામનગરની વાડી, સેન્ટ્રલ વેર હાઉઝ રોડ, સુમન હાઇસ્કૂલનં 9, કાપોદ્રા, નગર પ્રા.સ્કૂલ નં 301, પુણા, નગર પ્રાથમિક સ્કૂલ નં 69, ખાડી મહોલ્લો
- સરથાણા ઝોન: ન.પ્રા.સ્કૂલ નં 272, નાના વરાછા, એસડીએ ડાયમંડ હોસ્પિટલ, નાના વરાછા, પુણા સીમાડા અર્બન હેલ્થ સેન્ટર, નાના વરાછા અર્બન હેલ્થ સેન્ટર, આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ, મોટા વરાછા અર્બન હેલ્થ સેન્ટર, નગર પ્રાથમિક સ્કૂલ નં 309, મોટા વરાછા, મદ્રેસા સ્કૂલ, મોટા વરાછા
- ઉધના ઝોન: ઉધના હરીનગર કમ્યુનિટી હોલ, પાંડેસરા કમ્યુનિટી હોલ, ઉમિયા રેસીડેન્સી બમરોલી રોડ, લક્ષ્મીપતિ ઇન્ડસ્ટ્રીઝ, પાંડેસરા જીઆઇડીસી, ઉદ્યોગભારતી વિદ્યાલય, પાંડેસરા જીઆઇડીસી
- લિંબાયત ઝોન: ભાઠેના કમ્યુનિટી હેલ્થ સેન્ટર, ડીંડોલી કમ્યુનિટી હોલ, એસએમસી સ્કૂલ નં 140, નવાગામ, સુમન સ્કૂલ નં 5, જવાહર મહોલ્લો, દેસાઇ પ્રાઇમરી સ્કૂલ નં 307, પર્વતગામ

ફ્રન્ટલાઈન વર્ક્સ
ટાર્ગેટરસીકરણટકા
સુરત346021734850
જીલ્લો16122966060
પ્રાયોરિટી એજ ગ્રુપ
ડોઝટાર્ગેટરસીકરણટકા
શહેર-1804,7915,31,69966
-21,97,51792,85647
જિલ્લો-143342614891234
-2592492732246

​​​​​​​

​​​​​એસીપીએ કહ્યું, વેક્સિન નહીં લે તો માનદ સેવા પણ રદ કરીશું
1 મેથી યુવાવર્ગ માટે વેક્સિનેશન તબક્કાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે સરકારી કચેરીઓમાં પણ ફરજિયાત વેક્સિનેશન માટે હવે કડકપણે સૂચના અપાઇ છે. વેક્સિન નહીં લેનાર 50થી 60 ટીઆરબીને જ્યાં સુધી વેક્સિન ન લે ત્યાં સુધી ડ્યુટી પોઇન્ટ ફાળવવામાં ન આવે તેવી શુક્રવારે મૌખિક સૂચના પણ અપાઇ છે. વેક્સિન લીધા વગર બે દિવસથી ફરજ ઉપર આવતાં ટીઆરબીને ડ્યૂટી પર હાજર હોવા છતાં ગેરહાજરી મુકી પરત ઘરે મોકલી દેવામાં આવી રહ્યા છે.
ટ્રાફિક બ્રિગેડ (ટીઆરબી)ના 1470 જેટલા માનદ સેવકોને પણ 100 ટકા વેક્સિનેશનની સૂચના અપાઇ હતી. હજુ 50થી 60 ટીઆરબીએ વેક્સિન ન લીધી હોવાથી વિભાગમાં નારાજગી ફેલાઇ હતી. ટ્રાફિક એડમિન એન્ડ પ્લાનીંગ એસીપી અશોકસિંહ ચૌહાણે જણાવ્યું છે કે, સરકારના નિયમ પ્રમાણે વેક્સિન લેવા જવાનોને તાકીદ કરી છે. વેક્સિન ન લે તો માનદ સેવા પણ નહીં લેશું.

ટેક્સટાઇલ તથા ડાયમંડ ઉદ્યોગમાં 18થી 45 વર્ષના લોકોના વેક્સિનેશન માટે એક્શન પ્લાન બનાવાશે
​​​​​​​રાંદેર, સરથાણા, કતારગામ સાથે અઠવા ઝોનમાં કેસ ઘટાડવા વધારે ભાર આપવા મ્યુ.કમિશનરે સૂચના આપી છે. નવી સિવિલ અને સ્મીમેરમાંથી સ્ટેબલ પેશન્ટને શીફ્ટ કરવા સાથે હીરા અને કાપડ ઉદ્યોગમાં 18થી 45 વર્ષના લોકોને વેક્સિન આપવા એક્શન પ્લાન બનાવવા સૂચના અપાઇ છે. અમરોલીના છાપરાભાઠા, કોસાડ જેવા વિસ્તારોમાં વધુમાં વધુ કોમ્બિંગ કરવા પણ સૂચના અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...