તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડૅટ:શહેરના 609માંથી અઠવામાં 120 રાંદેરમાં 92, લિંબાયતમાં 91 કેસ

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
અઠવાના નંદિગ્રામમાં 18 કેસ આવતા બાંબુથી બંધ કરાઇ - Divya Bhaskar
અઠવાના નંદિગ્રામમાં 18 કેસ આવતા બાંબુથી બંધ કરાઇ
 • 50 ટકાથી વધુ દર્દીઓમાં કોરોનાના લક્ષણ નહીં

શુક્રવારે શહેરમાં ઐતિહાસિક 609 કેસ નોંધાયા હતા. ગુરુવારની તુલનામાં એક જ દિવસમાં 100 કેસ વધુ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અઠવા ઝોનમાં 120 મળ્યા હતા. તે જ રીતે રાંદેરમાં 92 અને લિંબાયતમાં પણ 91 નવા કેસ નોંધાયા હતા. ધીમે ધીમે વરાછા -એ અને બીમાં પણ કેસની સંખ્યા વધતી જાય છે. વરાછા-એમાં 65 અને વરાછા- બીમાં 47 કેસ મળ્યા હતા. જ્યારે કતારગામમાં 67 અને સેન્ટ્રલ ઝોનમાં 53 તથા ઉધનામાં 74 કેસ મળી આવ્યા હતા. પાલિકાના કહેવા મુજબ 50 ટકાથી વધુ દર્દીઓમાં કોરોનાના કોઇ લક્ષણ નથી.

અઠવાલાઈન્સ ખાતેના નંદિગ્રામ સોસાયટીમાં 18 કેસ પોઝીટીવ મળી આવતા બિલ્ડિંગને ચારે દિશામાં બાંબુથી બાંધી દેવામાં આવી હતી અને બહારથી આવતા લોકોની એન્ટ્રી બંધ કરાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 દિવસમાં શહેરમાં સૌથી વધુ કેસ અઠવા ઝોનમાં નોંધાઇ રહ્યા છે.

ઝોનવાઇઝકેસ
સેન્ટ્રલ53
વરાછા-એ65
વરાછા-બી47
રાંદેર92
કતારગાામ67
લિંબાયત91
ઉધના74
અઠવા120
કુલ609

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો