તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાને હરાવ્યો:સિવિલમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ 37 બાળકોમાંથી 32એ કોરોનાને માત આપી, સારવાર લઇ રહેલા 5 હાલ સ્ટેબલ

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માનદરવાજાના બે બાળકો પાેઝિટિવ આવ્યા બાદ માત્ર 7 દિવસમાં જ સાજા થયા

શહેર- જિલ્લામાંથી અત્યાર સુધીમાં 3 મહિના થી લઈ 12 વર્ષ સુધીના 37 બાળકો કોરોનાની ઝપટમાં આવ્યા છે. આ તમામને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલના પિડિયાટ્રિક વિભાગના વડા ડો.વિજય શાહ, નોડલ ઓફિસર ડો.પન્ના બલસારા અને તેમની ટીમની જહેમત અને સારસંભાળને પગલે 32 બાળકો સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં 5 કોરોના પોઝિટિવ બાળકો સારવાર હેઠળ દાખલ છે. જેઓ સ્ટેબલ હોવાથી નજીકના દિવસોમાં તેમને પણ રજા અાપવાની શક્યતા વ્યકત કરાઇ રહી છે.
2 બાળકોએ 7 જ દિવસમાં કોરોનાને માત આપી
માનદરવાજામાં રહેતા રાણા પરિવારના બે પિતરાઈ ભાઈઓ વૈદિક(5)અને જીત(4)ને ગઈ તા.20મીએ સિવિલમાં દાખલ કરાયા હતા અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બન્ને બાળકોએ માત્ર 7 જ દિવસમાં કોરોનાને માત આપી હતી અને ગઈ તા.27મીએ તેમને રજા આપી દેવામાં આવી હતી.
ડર નહીં, સાવચેતી જરૂરી : ડો.વિજય
સિવિલ હોસ્પિટલના પિડિયાટ્રીક વિભાગના વડા ડો. વિજય શાહે જણાવ્યું કે અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ 37 બાળકોમાંથી 32 સાજા થયા છે. ગભરાવાની જરૂર નથી પરંતુ કોરોનાનો ચેપ ન લાગે તે માટે સાવચેતી રાખવી જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાઈજીન મુદ્દે બાળકોની ખાસ કાળજી લેવી જોઈએ.
15થી વધુની ટીમ સતત કામ કરે છે
કોરોના સામે લડી રહેલા બાળકોની સારવાર માટે પિડિયાટ્રિશ્યન, રેસીડેન્ટ તબીબો, સ્ટાફ નર્સ સહિત 15થી વધુ કર્મચારીઓની ટીમ સતત ખડેપગે તૈનાત રહી બાળકોની સારવાર કરે છે અને તેમનું સતત મોનીટરીંગ પણ  કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો