તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણામ:સુરત જિલ્લા પંચાયતમાં 36 બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર બે બેઠકો જ મળી

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપે કોંગ્રેસના ગઢમાં જ કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા
  • આદિવાસી વિસ્તારમાં ભાજપનો કબ્જો

ભાજપે સુરત જિલ્લાની નગરપાલિકામાં વિજય મેળવ્યો પરંતુ તેનાથી વધુ મહત્વનો વિજય જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં મેળવ્યો છે. સુરત જિલ્લા પંચાયતમાં 36 બેઠકો પૈકી બે બેઠકો પર ભાજપે બિનહરીફ વિજય મેળવ્યો હતો, જ્યારે બાકીની 34 બેઠકો પૈકી 32 બેઠકો પર ભાજપનો વિજય થયો છે, જ્યારે કોંગ્રેસને માત્ર બે બેઠકો જ મળી છે.

આદિવાસી વિસ્તારમાં ભાજપે જીત મેળવી
એક દાયકા પહેલાં સુરત અને તાપી જિલ્લામાં કોંગ્રેસનો દબદબો જોવા મળતો હતો, ગુજરાતના રાજકીય ઈતિહાસમાં કોંગ્રેસના સૌથી દિગ્ગજ નેતા તરીકે ઝીણાભાઈ દરજીનું નામ સામે આવતું હતું. ત્યારબાદ ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી તરીકે અમરસિંહ ચૌધરી રહ્યા હતા. પરંપરાગત વોટબેંક આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસની એટલી મજબૂત હતી કે ત્યાં અન્ય કોઈ રાજકીય પક્ષ પગપેસારો કરી શકે એ પ્રકારની સ્થિતિ પણ ન હતી. આદિવાસી મતદારો કે જે કોંગ્રેસના કમિટેડ મતદારો માનવામાં આવતા હતા, એ ગઢની અંદર ભારતીય જનતા પાર્ટીએ ભારે મહેનત અને સંગઠનના જોરે સમગ્ર વિસ્તારમાં આજે કબજો કરી લીધો છે.

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

કોંગ્રેસની નામોશી ભરી હાર
ભાજપે કોંગ્રેસના ગઢમાં જ કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે, માત્ર નગરપાલિકા જ નહીં પરંતુ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસના નેતાઓએ હારનો સામનો કરવો પડ્યો છે. માત્ર માંડવી તાલુકામાં અને તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ નામશેષ થતાં રહી ગઈ છે, સુરત અને તાપી જિલ્લામાં કોંગ્રેસની નામોશી ભરી હાર થઈ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

ગામડાઓમાં ભાજપનો ભગવો લહેરાયો
મહાનગરોમાં તો કોંગ્રેસનું કંઇ જ પ્રભુત્વ દેખાતું નથી. હવે ગામડામાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, ભાજપે ગામડાઓમાં પણ પગ પેસારો કરી લીધો છે. હંમેશા કહેવાતું હતું કે, ભાજપ માત્ર મહાનગરોની પાર્ટી છે ગામડાઓમાં આજે પણ લોકો કોંગ્રેસ તરફી મતદાન કરે છે. પરંતુ આ વખતે સ્થિતિ એકદમ વિપરીત જોવા મળી મહાનગરોની સાથે સાથે આદિવાસી ગામડાઓમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. જે કોંગ્રેસ માટે સૌથી મોટુ મનોમંથન કરવાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...