હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત:સુરતમાં 33 લાખમાંથી 21.32 લાખ વાહનોમાં HSRP વાહનચોરીમાં ત્રણ વર્ષમાં 33 ટકાનો ઘટાડો નોંધાયો

સુરત3 મહિનો પહેલાલેખક: મેહુલ પટેલ
  • કૉપી લિંક
  • શહેરમાં 13 લાખ ટુ વ્હીલર, 8 લાખથી વધુ ફોર વ્હીલર સહિતના વાહનોમાં HSRP

કેન્દ્ર સરકારે તમામ રાજ્યોમાં હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ (HSRP) ફરજિયાત કરી છે. સુરતના 33 લાખ વાહનો સામે 21.32 લાખ વાહનો પર HSRP લાગી ચુકી છે. જેમાં 13 લાખથી વધુ ટુ વ્હીલર અને 8 લાખથી વધુ ફોર વ્હીલર અને અન્ય કેટેગરીના વાહનોનો સમાવેશ થાય છે.

રાજ્યમાં સૌથી વધુ HSRP સુરતીઓએ લગાવી હોવા છતાં શહેરમાં રોજના સરેરાશ 2થી 3 વાહનો ચોરાયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય છે. મહિને અંદાજે 100 વાહનો ચોરાઈ રહ્યા છે (પોલીસ ચોપડે નોંધાયેલા). પોલીસે HSRPની મદદથી કોઈ મોટો ગુનો ડિટેક્ટ કર્યો હોય કે વાહનચોરીની કોઈ સિન્ડિકેટનો પરદાફાશ કર્યો હોવાની કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.

શહેરમાં વાહનચોરી

2019202020212022
1374769875300

HSRPમાં સુરત આગળ

શહેરનોંધણીHSRP
અમદાવાદ42 લાખ19.89 લાખ
સુરત33 લાખ21.32 લાખ
વડોદરા20 લાખ12.20 લાખ
રાજકોટ20 લાખ13.20 લાખ

67 જગ્યાએ થઇ રહ્યું છે HSRPના ફીટમેન્ટ

​​​​​​​​​​​​​​સુરત જિલ્લામાં પાલ સ્થિત આરટીઓ કચેરી, માસમા ફિટનેસ સેન્ટર ઉપરાંત 65 જેટલા વાહન ડીલરોને ત્યાં હાય સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ ફિટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષની શરૂઆતમાં 2019માં 500થી વધુ પ્લેટ ફિટ કરવામાં આવતી હતી. જોકે હવે આ આંકડો સીધો 200 પર પહોંચી ગયો છે.

બિનવરસી ગાડીની ઓળખ, વાહન સુરક્ષા સહિતના લાભ ગણાવાયા હતા
​​​​​​​HSRP લાવવા પાછળનો હેતુ સ્પષ્ટ કરતા વાહન વ્યવહાર વિભાગે જણાવ્યું હતું કે hsrp ને લીધે બિનવરસી વાહનોની ઓળખ સરળ બનશે, વાહનોની ચોરી અટકશે.HSRPના ડેટાબેઝમા ગાડીના માલીકની પુરી માહિતી, વાહનનો ચેસીસ નંબર, એન્જીન નંબર સાહિતની વિગતો હોવાથી મિનિટોમાં બિનવરસી વાહન કે ચોરી થયેલા વાહનની માહિતી વેરીફાય થઇ શકે છે. જોકે સુરતમાં વાહનચોરીના બનાવોમાં કોઈ દેખીતો ફરક પડ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...