પોલીસ કર્મચારીઓના હેલ્થ ચેકઅપ:1664 પોલીસમાંથી 194ને હાઇકોલેસ્ટ્રોલ 46ને પ્રેશર, 42ને ડાયાબિટિસની બીમારી

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સિવિલમાં યોજાયેલા પોલીસ કર્મચારીઓના હેલ્થ ચેકઅપમાં બહાર આવ્યું
  • ​​​​​​​9 કર્મીને કિડની, ચામડી, ખેંચની બીમારી તેમજ મણકાની ખામી હોવાનું જણાયું

સતત કામના ભારણ હેઠળ રહેતા અને હાડમારી ભરેલી જીવનશૈલીના કારણે શહેરના પોલીસ જવાનો બીમારીઓનો શિકાર બની રહ્યા છે. શહેરના પોલીસ કર્મચારીઓ માટે સિવિલમાં 18 ફેબ્રુઆરીથી દર શુક્રવારે નિરામયા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં કર્મચારીઓની તપાસ બાદ તેમને જરૂરી માર્ગદર્શન અને સારવાર પણ અપાય છે. તેમજ તેમના રીપોર્ટની જાણ પોલીસ વિભાગને કરાય છે. નવી સિવિલ હોસ્પિટલમાં પોલીસ કર્મચારીઓ માટે 18 ફેબ્રુઆરીથી દર શુક્રવારે યોજાતા નિરામયા કેમ્પમાં પોલીસ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરાયું હતું. જેમાં સૌથી વધુ પોલીસ કર્મીઓમાં હાઈકોલેસ્ટ્રોલની સમસ્યા હોવાનું સામે આવ્યું છે.

આ કેમ્પમાં અત્યાર સુધીમાં 1664 પોલીસ કર્મચારીઓના હેલ્થ ચેકઅપ કરાયા હતા. જેમાં સૌથી વધુ 194 પોલીસ કર્મચારીઓને હાઈકોલેસ્ટ્રોલ એટલે કે હૃદય રોગ થવાની શક્યતા વધુ હોવાનું સામે આવ્યું છે. આ સાથે 46 પોલીસ કર્મચારીઓને બ્લડ પ્રેશરની અને 42 પોલીસ કર્મચારીઓ ડાયાબિટીસની બીમારીથી પીડાતા હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત અન્ય 9 પોલીસ કર્મચારીઓમાં કિડની, ચામડી, ખેંચની બીમારી, સીકલસેલ, પાઈલ્સ તેમજ મણકાની ખામી હોવાનું પણ નિદાન થયું છે.

મા અમૃત હેઠળ ખાનગી હોસ્પિટલમાં નિ-રિપ્લેસમેન્ટ કરાવવા માંગતા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં તપાસ બાદ સર્ટિફીકેટ રજૂ કરવાનું હોય છે. વર્ષ 2021માં 1597 દર્દીઓએ સિવિલ હોસ્પિટલમાંથી નિ-રિપ્લેસમેન્ટ માટે સર્ટીફિકેટ અપાયા હતા. તેની સામે વર્ષ 2022માં છેલ્લા 4 મહિનામાં જ 1127 દર્દીઓને નિ-રિપ્લેસમેન્ટ માટે તપાસ કરી સર્ટીફિકેટ આપવામાં આવ્યા છે. આ દર્દીઓ માટે સિવિલમાં એક જ જગ્યાએ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

54 દિવસમાં 1861 અમરનાથ યાત્રીને સર્ટી. અપાયા
સિવિલમાં અમરનાથ યાત્રીઓના હેલ્થ ચેકઅપ માટે એક જ જગ્યાએ અલાયદી વ્યવસ્થા કરાઈ છે. 4 માર્ચથી શરૂ કરાયેલી આ સુવિધા હેઠળ સિવિલમાં 1861 અમરનાથ યાત્રાળુઓના હેલ્થ ચેકઅપ કરી ફિટનેસ સર્ટીફિકેટ આપવામાં આવ્યા છે. જેમાં 456 યાત્રાળુઓના ઈસીજી કરાયા હતા. જેમાંથી 23 યાત્રાળુઓનું 2D ઈકો કાર્ડિયોગ્રાફી કરવામાં આવ્યું હતું. જ્યારે 46ને હાઈપર ટેન્શન અને 28 ડાયાબિટીસના દર્દીઓ હોવાનું સામે આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...