રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. સુરત શહેર જિલ્લામાં આગામી 1 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે સુરતની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે સુરત જિલ્લાની 6 બેઠર પર ત્રિપાખીયો જંગ જામશે. તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી સુરત જિલ્લાનો રાજકીય ઇતિહાસ...
સુરત જિલ્લામાં કોંગ્રેસનો માત્ર એક જ ધારાસભ્ય
સુરત જિલ્લાની 16 બેઠકો જોઈએ તો ઓલપાડ, માંગરોળ, માંડવી (ST), કામરેજ, સુરત ઈસ્ટ, સુરત નોર્થ, વરાછા માર્ગ, કરંજ, લિંબાયત, ઉધના, મજૂરા, કતારગામ, સુરત વેસ્ટ, ચોર્યાસી, બારડોલી(SC),મહુવા (ST)નો સમાવેશ થાય છે. જેમાંથી કામરેજ, કતારગામ, સુરત ઉત્તર, કરંજ, ઓલપાડ, વરાછા માર્ગમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. 2017ની ચૂંટણીમાં સુરત શહેર જિલ્લાની 16 બેઠકમાંથી માત્ર એક બેઠક માંડવી પર કોંગ્રેસનો વિજય થયો હતો. જ્યારે 15 બેઠક પર ભાજપનો વિજય થયો હતો. ગુજરાતમાં સૌથી વધુ લીટમાં બીજા નંબરે ચૌયાસીમાં ભાજપે વિજય મેળવ્યો હતો. જ્યારે મજૂરામાં ત્રીજા નંબરની વધુ લીડ સાથે ભાજપનો વિજય થયો હતો.
આપ ભાજપના ગઢમાં ગાબડું પાડી શકે
વર્ષ 2021માં યોજાયેલી સુરત મહાનગરપાલિકમાં AAPએ 27 સીટ પર વિજય મેળવ્યો હતો, જેમાં કોંગ્રેસને એકપણ સીટ મળી નહોતી. AAPના નેતાઓ દાવો કરી રહ્યા છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામનું પુનરાવર્તન થશે, જ્યારે ભાજપ આ વાતને નકારી રહ્યું છે. માની લઈએ કે જો આગામી વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર પ્રભુત્વવાળી સુરતની 6 સીટ પર કોર્પોરેશનની પેટર્ન પ્રમાણે મત મળે તો આપ ભાજપના ગઢમાં ગાબડું પાડી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.