ચારેય મંત્રી રિપીટ:સુરતની 11 બેઠકોમાંથી ભાજપે માત્ર 2 મૂરતિયા બદલ્યાં, કામરેજમાં ફરીથી પાનસેરિયાને ટિકિટ, ઉઘનામાં મનુ પટેલ

સુરત19 દિવસ પહેલા
ભાજપની ટિકિટો જાહેર થતાં કાર્યકરો ગરબાના તાલે કાર્યાલય સામે ઝૂમતાં જોવા મળ્યાં હતાં.

ગુજરાતન વિધાનસભાની બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં આજે સુરતની 12 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. ભાજપે 11માંથી 9 ઉમેદવારોને રિપીટ કર્યા છે. જ્યારે ઉધના અને કામરેજમાં મૂરતિયા બદલવામાં આવ્યાં છે. કામરેજમાં અગાઉ પાટીદાર આંદોલનના કારણે કપાયેલા પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ઉધના બેઠક પરથી મનુ પટેલ (ફોગવા)ને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ચારેય મંત્રીઓને પણ રિપીટ કરવામાં આવ્યાં છે.

કામરેજ બેઠક પરથી પ્રફુલ પાનસેરિયાને ટિકિટ અપાઈ છે
કામરેજ બેઠક પરથી પ્રફુલ પાનસેરિયાને ટિકિટ અપાઈ છે

પ્રફુલ પાનસેરિયા પર કળશ ઢોળાયો
કામરેજ વિધાનસભા બેઠક પર ગત વખતે પાટીદાર આંદોલનના કારણે સિટીંગ ધારાસભ્ય રહેલા પ્રફુલ પાનસેરિયાને ટિકિટ અપાઈ નહોતી. ત્યારે આ વખતે ફરીથી તેના પર ભાજપે કળશ ઢોળ્યો છે. ત્યારે પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે, જ્યારે ટિકિટ નહોતી મળી ત્યારે પણ પક્ષના સનિષ્ઠ ચહેરા તરિકે કામગીરી કરી હતી. ત્યારે હવે ભાજપે ફરીથી મારી કામગીરીની નોંધ લઈને ટિકિટ આપી છે ત્યારે હું લોકો માટે વધુ જોશ સાથે કામ કરીશ અને જંગી બહુમતિથી જીતીશ તેવો આશાવાદ વ્યક્ત કરુ છું.

મનુ પટેલને ઉધના બેઠક પરથી ટિકિટ અપાઈ છે
મનુ પટેલને ઉધના બેઠક પરથી ટિકિટ અપાઈ છે

ઉધનામાં મનુ પટેલને ટિકિટ
ઉધના બેઠક પર ફોગવાની સ્થાપના કરનાર મનુ પટેલને ભાજપે ટિકિટ આપી છે. કડવા પાટીદાર આગેવાન એવા મનુ પટેલ એસ એસ સી પાસ છે. 1994થી તેઓ ભાજપના સક્રિય કાર્યકર છે. સાથે જ 2005થી 10 સુધી પાલિકાના કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે. સાથે જ વોર્ડ 23 અને 11ના પ્રભારી પણ રહી ચૂક્યા છે. 2022થી શહેર ભાજપના ઉપપ્રમુખ તરિકેની જવાબદારી પણ નિભાવી રહ્યાં છે.ઉમિયા ધામ ભાઠેના અને વરાછાના મેનેજીંગ કમિટીમાં પણ છે. તથા ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશનના સ્થાપણ પણ છે.

મનુ પટેલ અગાઉ કોર્પોરેટર હતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સુરતની ઉધના મતવિસ્તારમાં ભાજપે જે ઉમેદવાર જાહેર કર્યા છે તે ઉમેદવાર ભાજપ સામે પાલિકાની ચૂંટણી જીતી ચૂક્યા છે. આટલું જ નહીં ભાજપ માટે તેમની ટિકિટ મળી ત્યારે તેઓ હારી પણ ચૂક્યા છે. ભાજપ સામે આંદોલન કરનાર ટિકિટ આપી છે.ભાજપે જે ઉમેદવાર જાહેર કર્યા છે તે મનુ ફોગવા 2005 થી 2010 વચ્ચે આંજણા કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓએ ભાજપ સરકાર સામે ફોગવાનું આંદોલન કર્યું હતું. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપમાંથી પાલિકાની ટિકિટ પણ મળી હતી પરંતુ તે ભાજપમાંથી હારી ગયા હતા.જેને હાલ ભાજપે ઉધના વિધાનસભાના ઉમેદવાર જાહેર કરતા કાર્યકરોમાં અનેક ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.

કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ
હર્ષ સંઘવીની ઓફિસની બહાર ઢોલ નગારા સાથે ઉજવણી શરૂ થઈ છે. સત્તાવાર રીતે હર સંઘવી નું નામ જાહેર થતા ની સાથે જ હર્ષ સંઘવીના સમર્થકોમાં આનંદનો મોજું ફરી વળ્યુ છે. હર્ષ સંઘવીની લોકપ્રિયતા ખૂબ સારી છે અને તેમની દાવેદારી પહેલાથી જ ખૂબ જ પ્રબળ માનવામાં આવી રહી હતી. જે પ્રકારે સરકારમાં તેમનું કદ વધી રહ્યું હતું તે જોતા તેમની ટિકિટ પહેલાથી જ ફાઈનલ હતી. છતાં સત્તાવાર રીતે તેમનું નામ જાહેર થતાં તેમની કાર્યાલયની બહાર સમર્થકો દ્વારા ગરબા ગાયને ઉજવણી કરી છે.

ટિકિટ મળતા જ સંગીતા પાટિલનું મોં મીઠુ કરાવવામાં આવ્યું હતું
ટિકિટ મળતા જ સંગીતા પાટિલનું મોં મીઠુ કરાવવામાં આવ્યું હતું

લોકોની સેવા કરીશ-સંગીતા
સુરત લિંબાયત બેઠક ઉપર સંગીતા પટેલને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે. સંગીતા પાટીલની ટિકિટને લઈને ઘણા તર્કો થઈ રહ્યા હતા. પરંતુ, આખરે આજે સત્તાવાર રીતે તેમનું નામ જાહેર થતાં એની સાથે જ લિંબાયત વિધાનસભા મત વિસ્તારમાં તેમના સમર્થકોએ ઉજવણી કરી હતી. સંગીતા પાટીલે કહ્યું કે, ફરીથી મારામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહએ વિશ્વાસ રાખ્યો છે. તેને હું આગળ વધારતી રહીશાને મતવિસ્તારના લોકોની સેવા કરતી રહીશ.

કાર્યકરોએ ટિકિટ મળતા વિનુ મોરડિયાને ખભે ઉચકી લીધા હતાં.
કાર્યકરોએ ટિકિટ મળતા વિનુ મોરડિયાને ખભે ઉચકી લીધા હતાં.

કતારગામમાં લીડની આશા
કતારગામ વિધાનસભા બેઠક માટે મંત્રી વીનુ મોરડીયાને રિપીટ કરવામાં આવ્યા છે. રાજ્યકક્ષાના મંત્રી તરીકે વિનુ મોરડીયાની કામગીરીને બિરદાવતા હોય તે રીતે ભાજપે તેમને કામગીરીની સારી નોંધ લઈને ફરીથી તેમને રિપીટ કર્યા છે. વિનુ મોરડીયા પાટીદાર ચહેરો છે. પાટીદારોની સાથે સર્વ સમાજને સાથે લઈને કામ કરવાની તેમની અનોખી છાપના કારણે તેમને ફરીથી રિપિટ કરવામાં આવ્યા છે. વિનુ મોરડીયાને ગત વર્ષે પણ જનસમર્થન મળ્યું હતું. ત્યારે આ વખતે ફરીથી તેઓ ભારે જંગી બહુમતીથી વિજેતા થશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...