મોટી દુર્ઘટના ટળી:સુરતમાં સુકાયેલા નાળિયેરીના ઝાડમાં ફટાકડાથી લાગી આગ, કોઈ જાનહાનિ નહીં

સુરતએક મહિનો પહેલા
સળગતું રોકેટ ઘૂસી જતા નાળિયેરી સળગી ઉઠી.
  • નાળિયેરીના ઝાડને સળગતું જોઈ રાહદારીઓ ઉભા રહી ગયા

સુરત શહેરના ભટાર રોડ એટોપ નગર સોસાયટીની સામે સુકાયેલા નાળિયેરીના ઝાડમાં ફટાકડાના કારણે આગ લાગવાની ઘટના બની હતી. નવા વર્ષની રાત્રે 10 વાગ્યા આસપાસ આ આગની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેતા મોટી દુર્ઘટના ટળી હતી. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

સળગતાં રોકેટથી આગ લાગી
દિવાળી અને નવા વર્ષે ફટાકડાના કારણે ઘણી જગ્યાએ આગની ઘટનાઓ બની હતી. લાકડાના ગોડાઉનથી લઈને ફટાકડાના સ્ટોલમાં આગ ફાટી નીકળી હતી. ગત રોજ રાત્રે ભટાર રોડ એટોપ નગર સોસાયટીની સામે ફટાકડા ફોડવામાં આવતા હતા ત્યારે એક સળગતું રોકેટ સુકાયેલા નાળિયેરીના ઝાડ સાથે અથડાયું હતું અને અચાનક આગ લાગી હતી. જેથી રસ્તા પરથી જતા રાહદારીઓ સળગતી નાળિયેરીને જોઈને ઉભા રહી ગયા હતા.

રોડની સાઈડમાં જ આવેલી નાળિયેરીમાં આગથી લોકો જોવા ઉભી રહી ગયા.
રોડની સાઈડમાં જ આવેલી નાળિયેરીમાં આગથી લોકો જોવા ઉભી રહી ગયા.

લોકોની સમય સૂચકતાથી મોટી ઘટના ટળી
નાળિયેરીના ઝાડમાં લાગેલી આગનીની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી ત્યારે વેસુ ફાયર સ્ટેશન ટીમ ઘટનાસ્થળે ગણતરીની મિનિટોમાં આવી ગઈ હતી. ફાયર સમયસર આવવાને કારણે મોટી ઘટના ટળી હતી. જે ઝાડ માં આગ લાગી હતી તેની પાસે એક કાપડની મોટી મીલ આવી છે. વેસુ ફાયર સ્ટેશનના ફાયર અધિકારી પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોની સમય સૂચકતાને કારણે મોટી ઘટના થતી અટકી હતી. આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી.