તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:અમારી ફી રૂ. 1.20 લાખ સુધી કાપો: અગ્રસેન શાળાના ટ્રસ્ટી

સુરત12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભવાની વિદ્યામંદિરની 1.15 લાખ ફી મંજૂર

એફઆરસીએ શૈક્ષણિક વર્ષ 2019-20ની શહેરની પાંચ શાળાની ફાઇનલ ફી જાહેર કરી છે. જેમાં સૌથી વધારે ફી 1.15 લાખ અાર.પી. ભવાની વિદ્યામંદિર એન્ડ એન.એલ. હાયર સેકેન્ડરી સ્કૂલની મંજૂર કરાય છે. તે સાથે સૌથી વધારે ફી 1થી 1.20 લાખ મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલની કપાઈ છે. એફઆરસીના સૂત્રોએ જણાવ્યું કે મહાજારા અગ્રસેન ઇન્ટરનેશન સ્કૂલે પ્રિ-પ્રાઇમરીથી ધોરણ-8માં 1.32 લાખથી 1.68 લાખની દરખાસ્ત મૂકી હતી. જોકે, દરખાસ્તના કાગળો તપાસાયા બાદ 1થી 1.20 લાખનો કાપ મૂકવાની ફરજ પડી હતી એટલે કે શાળાની ફી 30થી 48 હજાર સુધીની મંજૂર કરાઈ હતી.

સૂત્રોથી વાત જણાય આવી છે કે, મહારાજા અગ્રસેન સ્કૂલના ટ્રસ્ટીઓ તાજેતરમાં જ બદલાયા છે અને તેમણે હિયરિંગમાં સમાજના વિદ્યાર્થી અને વાલીઓનું હિત જોતા આટલી મોટી ફી નહીં લેવી અને ઓછી ફી મંજૂર કરાય તેવી રજૂઆત કરી હતી. જેથી એફઆરસીએ ફી કાપી છે. તે સાથે અાર.પી. ભવાની વિદ્યામંદિર એન્ડ એન.એલ. હાયર સેકેન્ડરી સ્કૂલના ટ્રસ્ટીએ ગયા વર્ષે જે ફી મંજૂર કરી હતી તે જ ફી આ વખતે મંજૂર કરવા માટેની લેખિત અરજી એફઆરસીને હિયરિંગમાં આપી હોવાની વાત પણ સૂત્રથી જણાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો