તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:આપણી બુલેટ ટ્રેન સાકાર થવા લાગી: 508 કિ.મી. હાઈસ્પીડ કોરિડોરના સૌથી પહેલાં પિલરનું કામ વલસાડમાં શરૂ થયું

સૂરત14 દિવસ પહેલા
 • કૉપી લિંક

508 કિ.મી. અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ કોરિડોરનો પાયો સૌથી પહેલાં વલસાડમાં નંખાયો છે. તેની સાથે પિલરનું નિર્માણ શરૂ થઇ ગયું છે. યોજનામાં સૌથી પહેલા કામની શરૂઆત સી-4 પેકેજમાં વાપી-સૂરત-વડોદરા વચ્ચે 237 કિ.મી. રુટથી થઈ છે.

અગાઉ ડિસેમ્બર 2020માં સૂરતના વક્તાના ગામમાં જ જિયોટેક્નિકલ સરવે શરૂ કરાયો હતો. નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ(NHSRCLના મેનેજિંગ ડિરેક્ટર અંચલ ખરેએ સૂરતથી વલસાડ વચ્ચે બુલેટ ટ્રેન માટે ચિહ્નિત રુટનું નિરીક્ષણ કર્યું. તેના પછી વલસાડમાં બુલેટ ટ્રેન કોરિડોરનું પ્રથમ પિલર બનાવવા કોન્ક્રિટિંગ કામ શરૂ કરાયું.

મેનેજિંગ ડિરેક્ટર અંચલ ખરેએ સી-4 પેકેજની સાઈટનું નિરીક્ષણ કર્યું અને તેની સાથે વલસાડથી બુલેટ ટ્રેનના ફાઉન્ડેશનનું કામ શરૂ થઈ ગયું. પેકેજ સી-4માં સૂરત ડેપો ઉપરાંત ભરુચ, સૂરત, બિલિમોરા અને વાપી સ્ટેશન બનશે. - સુષમા ગૌડ, એડિશનલ જનરલ મેનેજર, એનએચએસઆરસીએલ

54 ફૂટ જમીનથી ઉપર દોડશે બુલેટ ટ્રેન, 18 મીટરની ઊંચાઈએ રહેશે પિલર, 08 મીટર ઊંડું છે ફાઉન્ડેશન, 04 મીટર પહોળો રોડ પણ બનશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો