થૂંકનાર પર દંડ:માવા થૂંકનારા અન્યોને પણ કોરોના લગાડશે, 188 ગલ્લાવાળા દંડાયા

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાનના ગલ્લાવાળા બનશે હવે કોરોના સુપર સ્પ્રેડર
  • જાહેરમાં થૂંકવાથી ‘એરેઝોલ’ નીકળે છે જેથી બીજાને ચેપ લાગે છે

કોરોનાને કાબૂમાં રાખવા માટે છેલ્લા અઢી મહિનાથી લાખો લોકોએ લોકડાઉનનો ચુસ્તપણે અમલ કર્યો છે પરંતુ રાજ્ય સરકારે પાનના ગલ્લાવાળાઓને છૂટછાટ આપી દેતા હવે કોરોનાના નવા સુપર સ્પ્રેડર પાનના ગલ્લાવાળા જ બને તેવી શક્યતા પાલિકા સેવી રહી છે. એક જ દિવસમાં પાલિકાએ 188 ગલ્લાવાળાઓને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરાવવા બદલ તથા ગંદકી માટે દંડ ફટકાર્યો હતો. પાન-મસાલા-તમાકુ વેચીને લોકો થૂંકશે અને નિર્દોષ લોકો કોરોનાનો શિકાર બનશે.

ગુટખા-તંબાકૂ-માવા ખાઈ થૂંકી જાહેર ન્યૂશન્સ-સોશિયલ ડિન્ટન્સિંગના અભાવથી ચેપ ફેલાવાની શક્યતા છે. આગામી દિવસોમાં ગલ્લાવાળા નહીં સુધરે તો દુકાનો બંધ કરવા સુધી કાર્યવાહી કરાશે, તેવી પાલિકાએ ચીમકી આપી છે. પાન દુકાનો-ગલ્લાઓ સામે ઝુંબેશ આજથી શરૂ કરી દેવામાં આવી છે. ગલ્લાઓમાં વધારેમાં વધારે લોકો ભીડ કરે છે અને સોશિયલ ડિસ્ટંન્સિંગ, માસ્કના નિયમોનું પાલન કરતાં નથી એવા કિસ્સામાં આજ રોજ લગભગ 188 પાનની દુકાનો પર દંડ કરવામાં આવ્યો છે.

આગામી દિવસોમાં પણ કોઈ પણ રીતે સોશિયલ ડિસ્ટંન્સીંગનો અગર કોઈ પણ રીતે ભંગ થતો હોય તો પાનના ગલ્લા જે છે એને બંધ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. પાલિકા કમિશનરે જણાવ્યું કે, લોકો જ્યારે ગલ્લા-પાન દુકાનો પરથી પાન, માવા, ગુટખા, તંબાકુ લઈ ખાઈને બહાર થૂંકે નહી, કારણ કે થૂંકવાથી ‘એરેઝોલ’ નીકળે છે અને તેનાથી બીજા લોકોને ચેપ પહોંચવાની ગંભીરતા વધી જાય છે. જાહેરમાં થૂંકવું એક ન્યૂસન્સરૂપ છે. ગલ્લાઓ, પાનની દુકાનો પર વસ્તુઓ પાર્સલ જ આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. સોશિયલ ડિસ્ટંન્સીંગ જળવાઈ રહે તે માટે તમામને સૂચના આપવામાં આવી છે.

વરાછાના શૈલેષ ભીંભાને પાન-માવો લેવા જતા જ કોરોના પોઝિટિવ આવ્યો

વરાછામાં આવેલી કમલા પાર્ક સોસાયટીમાં રહેતા શૈલેષ ગોવિંદભાઈ ભીંભાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની હિસ્ટ્રી ચેક કરતા ખબર પડી છે કે, તેઓ ઘર નજીક આવેલી બંસીધર પાનની દુકાન પર પાન-માવો લેવા વારંવાર જતા હતા, જ્યાંથી તેઓ કોરોના સંક્રમિત થયાનું જણાઈ આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...