તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાઈરસના કારણે લોકડાઉન લંબાઈ રહ્યું છે. લોકડાઉનના ત્રીજા બાદ ચોથા તબક્કાની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે સુરતથી વતન જવા માટે પરપ્રાંતિયો અધિરા બન્યા છે. તંત્ર દ્વારા પરપ્રાંતિયો માટે વિશેષ શ્રમિક ટ્રેન શરૂ કરવામાં આવી છે. જો કે શ્રમિકો દ્વારા પુણા પાટીયા ખાતે સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાનું સામે આવ્યું છે.
બસમાં બેસતા અગાઉ મેળા સ્વરૂપે એકઠા થયાં
સુરતના પુણા પાટીયા ખાતે યુપી બિહારના લોકો મોટી સંખ્યામાં ઉતરી પડ્યાં છે. વતન જવાની ઉતાવળમાં રેલવે સ્ટેશન પહોંચવા લોકોએ લાઈનો લગાવી છે. પાલિકા દ્વારા તમામને બસમાં રેલવે સ્ટેશન સુધી મફતમાં લઈ જવામાં આવે છે. જેથી શ્રમિકો બસમાં બસતા અગાઉ એક જગ્યાએ એકઠા થાય છે. જો કે, તંત્ર દ્વારા તમામ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. છતાં શ્રમિકો સોશિયલ ડિસ્ટન્સ ન જાળવીને ટોળાના સ્વરૂપે ઉભા રહે છે. જેથી કોરોના વાઈરસ ફેલાવાનો ખતરો વધી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે, અગાઉ સુરત સહિત રાજ્યમાંથી ઓડિશા ગયેલા લોકો પૈકી 100 જેટલા શ્રમિકોમાં કોરોના પોઝિટિવ આવી ચુક્યો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.