અંગદાન મહાદાન:સુરતમાં બે બ્રેઇન ડેડ વ્યક્તિના અંગોના દાનથી 7ને નવુજીવન આપી માનવતા મહેકાવી, હૃદય ચેન્નઈમાં ટ્રાન્સપ્લાન્ટ

સુરતએક મહિનો પહેલા
  • સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયદાન કરાવવાની છત્રીસમી ઘટના
  • 2 કિડની, 2 લિવર, 1 હૃદય અને 2 ચક્ષુઓનું દાન કરાવવામાં આવ્યું

ટેક્ષટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે. વાગડ વિશા ઓસવાળ સમાજ તેમજ લેઉવા પટેલ સમાજના બ્રેઇન ડેડ વિરેન્દ્રભાઈ (ઉર્ફે-રશીકભાઈ) ખીમજીભાઈ દેઢિયા અને જમનભાઈ પોપટભાઈ ગોંડલીયાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવુંજીવન આપી માનવતાની મહેક ફેલાવી છે. સુરતથી ચેન્નઈનું 1610 કિમીનું અંતર 180 મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ આસામના રહેવાસી 39 વર્ષીય ખેડૂતમાં ચેન્નઈની MGM હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.

વલસાડના આધેડને બ્રેઇન ડેડ જાહેર કરાયા
વલસાડ ખાતે રહેતા 57 વર્ષીય વિરેન્દ્રભાઈ (ઉર્ફે-રશીકભાઈ) ખીમજીભાઈ દેઢિયા વલસાડમાં ડીલક્ષ ઝેરોક્ષ સેન્ટરના નામથી સ્ટેશનરી અને ઝેરોક્ષની દુકાન ચલાવતા હતા. ગત 14 સપ્ટેમ્બરના રોજ સવારે વિરેન્દ્રભાઈને એકા-એક બ્લડપ્રેસર વધી જવાથી લકવાની અસર જણાતા પરિવારજનોએ તેમને તાત્કાલિક વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થતા પરિવારજનોએ તેમને વધુ સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી હતી. નિદાન માટે સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ તેમજ મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડો.ભૌમિક ઠાકોરે ક્રેનીઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો.

સાત વ્યક્તિઓને નવુજીવન આપી માનવતાની મહેક ફેલાવી.
સાત વ્યક્તિઓને નવુજીવન આપી માનવતાની મહેક ફેલાવી.

સુરતના રત્નકલાકારને બ્રેઇન ડેડ જાહેર કરાયા
કતારગામ ખાતે રહેતા 40 વર્ષીય જમનભાઈ પોપટભાઈ ગોંડલીયા રત્નકલાકાર તરીકે કાર્ય કરતા હતા. તેઓ ગત 15 સપ્ટેમ્બરના રોજ જમીને બેઠાં હતા. ત્યારે બ્લડપ્રેસર વધી જવાને કારણે બેભાન થઇ ગયા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક કિરણ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતા. નિદાન માટે સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ગત રોજ કિરણ હોસ્પિટલના ડોક્ટરોએ વિરેન્દ્રભાઈ અને જમનભાઈને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. કિરણ હોસ્પિટલના ડો.મેહુલ પંચાલ અને ડોનેટ લાઈફની ટીમે બંને પરિવારોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવતા તેઓ અંગદાન માટે તૈયાર થયા હતા. ત્યારબાદ બંનેની 2 કિડની, 2 લિવર, 1 હૃદય અને 2 ચક્ષુઓનું દાન કરાવવામાં આવ્યું હતું જેનાથી 7 વ્યક્તિઓને નવુંજીવન મળ્યું છે.

પરિવાર અને હોસ્પિટલના સ્ટાફે સલામી આપી.
પરિવાર અને હોસ્પિટલના સ્ટાફે સલામી આપી.

બે લિવર અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા
સુરતની કિરણ હોસ્પિટલથી ચેન્નઈનું 1610 કિમીનું અંતર 180 મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નઈની MGM હોસ્પિટલમાં આસામના રહેવાસી 39 વર્ષીય ખેડૂતમાં કરવામાં આવ્યું છે. આ યુવક 2019થી હૃદયની બીમારીથી પીડાતો હતો અને છેલ્લા મહિનામાં તેના હૃદયનું પમ્પિંગ 5%થી 10% જેટલું થઇ ગયું હતું. દાનમાં મેળવવામાં આવેલા એક લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભિલોડા, સાબરકાંઠાના રહેવાસી 46 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં અને બીજા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 59 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.

2 કિડની, 2 લિવર, 1 હૃદય અને 2 ચક્ષુઓનું દાન કરાવવામાં આવ્યું.
2 કિડની, 2 લિવર, 1 હૃદય અને 2 ચક્ષુઓનું દાન કરાવવામાં આવ્યું.

એક કિડની 13 વર્ષના બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ
દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાના રહેવાસી 13 વર્ષીય બાળકમાં અમદાવાદની IKDRCમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બરોડાના રહેવાસી 29 વર્ષીય યુવકમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. કિરણ હોસ્પિટલમાં અત્યાર સુધી 12 કિડનીના ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. જે બધા જ ટ્રાન્સપ્લાન્ટ લાઈવ એટલે કે દર્દીના પરિવારમાંથી કિડનીનું દાન કરવામાં આવ્યું હતું. સુરતમાં સૌપ્રથમ વખત કિરણ હોસ્પિટલમાં કેડેવરિક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થયું છે.

પરિવારોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવતા અંગદાન માટે તૈયાર થયા.
પરિવારોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવતા અંગદાન માટે તૈયાર થયા.

19 દિવસમાં 4ના અંગદાનથી 19ને નવુજીવન મળ્યું
ગુજરાતમાં છેલ્લા 19 દિવસમાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા એક જ દિવસે એક સાથે બે બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની આ બીજી ઘટના છે. જેના થકી કુલ 19 વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. ગુજરાતમાંથી હૃદયદાનની આ 47મી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ 36મી ઘટના છે. જેમાંથી 22 હૃદય મુંબઈ, 7 હૃદય અમદાવાદ, 5 હૃદય ચેન્નઈ, 1 હૃદય ઇન્દોર અને 1 હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. હ્રદય, કિડની અને લિવર સમયસર ચેન્નઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

હ્રદય, કિડની અને લિવર સમયસર ચેન્નઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા.
હ્રદય, કિડની અને લિવર સમયસર ચેન્નઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા.

કુલ 859 વ્યક્તિઓને નવુજીવન અને નવી દ્રષ્ટી મળી
કોવિડ-19ની મહામારી પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબ જ ઓછું છે, ત્યારે ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમિયાન 42 કિડની, 24 લિવર, 10 હૃદય, 14 ફેફસાં, 1 પેન્ક્રીઆસ અને 40 ચક્ષુઓ સહીત કુલ 131 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના અને વિદેશના કુલ 121 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 402 કિડની, 169 લિવર, 8 પેન્ક્રીઆસ, 36 હૃદય, 18 ફેફસાં અને 304 ચક્ષુઓ કુલ 937 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 859 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

સુરતમાં પ્રથમ વખત કેડેવરીક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ
હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈની એમજીએમ હોસ્પિટલમાં આસામના 39 વર્ષીય ખેડૂતમાં કરાયું હતું. એક લિરવનું ટ્રાન્સપ્લાન્ટ 46 વર્ષીય યુવાનમાં અમદાવાદ ખાતે, બીજા લિવરનું અમદાવાદના 59 વર્ષીય આધેડમાં અને એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાના 13 વર્ષિય બાળકમાં કરાયું હતું. જ્યારે બીજી કિડનીનું બરોડાના 29 વર્ષીય યુવકમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરાયું હતું. સુરતમાં સૌપ્રથમ વખત કિરણ હોસ્પિટલમાં કેડેવરિક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થયું છે.