બ્રહ્મસ્વરૂપ યોગી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિવસ પર સુરત ખાતે 'પ્રાગટ્ય મહાપર્વ'નું આયોજન કરવામાં આવશે. સુરતમાં ડિંડોલી-ખરવાસા રોડ પર સણિયા કણદે ખાતે આવેલા ચંદનબા ફાર્મ ખાતે 22મીએ સાંજે મહાપ્રસાદ અને મહાપર્વ મહોત્સવ યોજાશે. ત્યાગવલ્લ્ભ સ્વામીએ કહ્યું કે, માનવ મનની મર્યાદા હોય છે. ભૂતકાળમાં પણ ધાર્મિક સંસ્થાનોમાં આ પ્રકારના વિવાદો ઊભા થતા રહ્યા છે. આશા રાખું છું કે આનો પણ સુખદ અંત આવે.
22મી મેના રોજ સણિયા કણદે ખાતે મહોત્સવનું આયોજન
હરિધામ સોખડા ભગવાન સ્વામિનારાયણ મંદિર દ્વારા 22મી મેના રોજ બ્રહ્મસ્વરૂપ યોગી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સણિયા કણદે ખાતે ભવ્ય 'પ્રાગટ્ય મહાપર્વ' મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના પ્રવકતા ભૃગવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણની કલ્યાણ પરંપરાના જ્યોતિર્ધર બ્રહ્મસ્વરૂપ યોગી મહારાજે સંપ, સુહૃદ ભાવ અને એકતાના મંત્રથી અને ગુરૂહરિ બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજે આત્મીયતા અને દાસત્વથી સમાજને પોષિત કર્યો છે.
હરિધામ સોખડા મંદિર દ્વારા આ વખતે સુરતના આંગણે મહોત્સવ
પ્રભુધારક આ યુગ પુરુષોનો પ્રાગટ્ય દિવસ એટલે કૃતજ્ઞતાનો અર્થ આપવાનો ધ્યન અવસર હોય ત્યારે બ્રહ્મસ્વરૂપ યોગી મહારાજનો 130મો અને ગુરૂહિર બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજનો 88મો પ્રાગટ્ય દિવસ એટલે 'પ્રાગટ્ય મહાપર્વ મહોત્સવ' હરિધામ સોખડા મંદિર દ્વારા આ વખતે સુરતના આંગણે યોજવાનું નક્કી કરાયું છે. 22મી મેના રોજ ડિંડોલી-ખરવાસા રોડ પર સણિયા કણદે ગામ ખાતે આવેલા ચંદનબા ફાર્મ ખાતે સંસ્કારધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં સાંજે 6થી 10:30 સુધી મહાપર્વ મહોત્સવ યોજાશે. સાંજે 6થી 7:30 વાગ્યા સુધી મહાપ્રસાદ અને 7:30થી 10:30 વાગ્યા સુધી મહોત્સવ સમારોહનું આયોજન થશે. પ્રાગટ્ય મહાપર્વની ઉજવણી ગુરુદેવ પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજની સાંનિધ્યમાં કરાશે.
સામે પક્ષે મોટું મન રાખવામાં આવે તો વિવાદનો અંત આવી શકે
ત્યાગ વલ્લભ સ્વામીએ જણાવ્યું કે સમગ્ર મામલો હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે માટે આ બાબતે કોઈ વધુ નિવેદન હું ન આપી શકુ પરંતુ સામે પક્ષે પણ મોટું મન રાખવામાં આવે તો વિવાદનો અંત આવી શકે છે.
દિવ્યભાસ્કરઃ આ પ્રકારના ધાર્મિક ગ્રહને કારણે યુવા વર્ગ ઉપર ખૂબ મોટી અસર થાય છે, સાધુ સંતોની છબી ખરડાય છે?
ત્યાગવલ્લભ સ્વામી: યુવાનો ઉપર સ્વાભાવિક રીતે જ આ પ્રકારની ઘટનાઓને કારણે ખોટી છબી ઊભી થતી હોય છે. પરંતુ ભૂતકાળમાં અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે. છતાં લોકોની શ્રદ્ધા હજી પણ ખૂબ જ છે?
દિવ્યભાસ્કરઃ યુવાનો તમારી પાસેથી અપેક્ષાઓ રાખે છે. તો શું શીખી શક્યા હવે આ પ્રકારની ઘટનાઓ બાદ?
ત્યાગવલ્લભ સ્વામી: દરેક વ્યક્તિના મનની મર્યાદા હોય છે. અમારી પણ એક મર્યાદાઓ છે. આ એક પ્રકારની યાત્રા છે અને યાત્રામાં હજુ આપણે આગળ વધી રહ્યા છે. અમે પણ એવું ઈચ્છીએ કે લોકો જ્યાંથી પ્રેરણા લે છે ત્યાં આ પ્રકારની ઘટના ન થાય.
દિવ્યભાસ્કરઃ યુવાનો આવી પરિસ્થિતિ જોયા બાદ ધર્મ વિમુખ થાય છે?
ત્યાગવલ્લભ સ્વામી: આતો પાડે તેનો ધર્મ એવી વાત છે. યુવાનો ખુબ મોટી સંખ્યામાં સંપ્રદાય સાથે રહે છે અને હજી પણ રહેશે. પરંતુ એવા તમે પણ ન કરતા કે આવી ઘટનાથી સ્વાભાવિક રીતે યુવાવર્ગમાં છબીઓ ખરાબ રીતે સામે આવતી નથી. અમે સમાધાન તરફ આગળ વધવા ઇચ્છીએ છે અને આવી ઘટના ન બને તેના માટે પ્રયાસ કરીએ છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.