ગુજરાતમાં લિટલ જાયન્ટ્સ ઈન્ટરસ્કૂલ કબડ્ડી અને ખો-ખો ચેમ્પિયનશિપનું આયોજન અદાણી સ્પોર્ટ્સલાઈને કર્યું છે. સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં યોજનારી સ્પર્ધાની શરૂઆત આજે સુરતમાં વાલક પાટિયા નજીક આવેલી સ્વામિનારાયણ મિશન ખાતે થઈ હતી.
ખો-ખો જેવી સ્વદેશી રમતને પ્રોત્સાહન
સુરત અદાણી સ્પોર્ટ્સલાઈન અદાણી ગ્રુપની સ્પોર્ટસ શાખા છે. અદાણી સ્પોર્ટ્સલાઈનની ફ્રેન્ચાઈઝી બ્રાન્ડ ગુજરાત જાયન્ટ્સ, જે 2017માં શરૂ થઈ હતી. તેનો ઉદ્દેશ્ય કહીં અને ખો-ખો જેવી સ્વદેશી રમતને પ્રોત્સાહન આપવાની ભારતની મહત્વાકાંક્ષાઓને સાકાર કરવાનો છે. સાથે સાથે મહત્વાકાંક્ષી પ્રતિભાઓને તકો પણ પૂરી પાડવાનો છે. આ આયોજન એ પાયાથી એકદમ નીચેના સ્તરથી ખેલાડી તૈયાર કરવાનું કામ થઈ રહ્યું છે. લિટલ જાયન્ટ્સ ટુર્નામેન્ટ એ શાળાના બાળકોનું ધ્યાન કબડ્ડી અને ખો-ખો જેવી રમતો તરફ દોરવાનો પ્રયાસ છે, જેથી તેઓને આવી રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે.
ટુર્નામેન્ટમાં 224થી વધુ શાળાના 3000થી વધુ વિદ્યાર્થી લેશે
સુરતની 32 શાળાએ કબડ્ડી અને 16 શાળાએ ખો- ખોમાં ભાગ લીધો હતો. મૂળ ભારતીય એવી કબડ્ડી અને ખો-ખો રમત રમશે. સુરત, વડોદરા , રાજકોટ અને અમદાવાદ ખાતે યોજાનારી આ ટુર્નામેન્ટમાં 224થી વધુ શાળાના 3000થી વધુ વિદ્યાર્થી ખેલાડી તરીકે ભાગ લે તેવી અપેક્ષા છે. લીગનો આજથી સુરત ખાતે પ્રારંભ થયો છે . મૂળ ભારતીય એવી કબડ્ડી અને ખો-ખો રમતની લીગમાં અદાણી સ્પોર્ટ્સલાઇનની ટીમ ગુજરાત જાયન્ટ્સના નામે રમે છે. આગામી શનિ-રવિ છ અને સાત ઓગસ્ટે રાજકોટમાં આવી જ સ્પર્ધા યોજવાની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.