દિવાળીનો ટ્રેન્ડ:આ વર્ષે ઓર્ગેનિક અને ઇકોફ્રેન્ડલી દીવાઓ ટ્રેન્ડમાં

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓર્ગેનિક દીવા ઓછાં બજેટમાં અને ઉપયોગ કર્યા પછી તેને છોડ રોપવા માટે ઉપયોગ કરી શકાય છે

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સુરતીઓએ જોર-શોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિવાળીમાં દીવાનું ઘણું મહત્વ હોય છે. કોરોનામાં લોકો હવે ઓર્ગેનિક અને ઈકો-ફ્રેન્ડલી કોન્સેપ્ટ ઉપર વધુ ભાર આપી રહ્યા છે. ત્યારે આ વર્ષે ગાયના છાણમાંથી, માટીમાંથી અને પંચગવ્ય દીવઓ વેચાઈ રહ્યા છે. જેનું બજેટ પણ ઓછું છે અને ઉપયોગ કર્યા પછી તે દીવા ફેંકવા કરતા તેને રોપી શકાય છે.

દીવામાં પણ લોકો ઓનલાઈન ઓર્ડર કરી રહ્યા છે
આ વર્ષે દીવામાં પણ લોકો ઓનલાઈન ઓર્ડર કરી રહ્યા છે. માર્કેટમાં દીવાનું વેચાણ ઘટ્યું છે કારણ કે લોકો લારીમાંથી દીવા લેવાનું ઓછું પસંદ કરી રહ્યા છે. કેટલાક લોકો ઘરે કાચી માટીના દીવા બનાવી તેનો ઉપયોગ કરી રહ્યા છે.

પંચગવ્ય દીવા
આ દીવા બનાવવા ગાયના મૂત્ર, છાણ, દૂધ, ઘી અને દહીંનો ઉપયોગ થાય છે. આ દીવાઓ સંપૂર્ણ રીતે ઓર્ગેનિક અને બાયોડિગ્રેડેબલ હોય છે. જે એરોમેટીક જડીબુટીમાંથી બને છે. જેનો ઉપયોગ ભારતમાં દવાઓ બનાવવા થાય છે. પંચગવ્યથી ઓક્સિજન જનરેટ થાય છે અને પ્રદૂષણ અટકે છે. આ દીવો ઘરમાં પ્રગટાવવાથી ઘરમાં મચ્છર પણ થતા નથી. દીવામાં વાટ સળગાવ્યા બાદ દીવો પણ સળગવા લાગે છે અને તેની રાખ બની જાય છે. જેનો ઉપયોગ છોડમાં પણ કરી શકાય છે.

ઓર્ગેનિક દિવા
આ દીવા કાચી માટ્ટીમાંથી બનાવવામાં આવે છે. જેમાં રાઈ, મેથી જેવા વિવિધ દાણાનો ઉપયોગ થાય છે.એક દીવાને પાંચ દિવસ સુધી પ્રગટાવી શકાય છે. ત્યારબાદ તેને એક ડોલમાં દીવો ડુબે એટલા પાણીમાં આખી રાત મુકી રાખોવાનું. સવાર સુધીમાં તેલ પાણી પર તરશે અને માટી નીચે બેસી જશે. આ માટીને કોકપિટ કે કુંડામાં નાખશો તો 8 દિવસમાં છોડ ઉગવા લાગે છે.

આ રીતે તમે પણ ઘરે દીવા બનાવી શકો છો

  • ઘરે દીવા બનાવા માટે પ્રિમીક્સ પાવડર અથવા કાચી માટીનો ઉપયોગ કરી શકો છો.
  • પ્રિમીક્સ પાવડરમાં 70% ગાયનું છાણ, 20% માટી અને 10% અન્ય વસ્તુઓ નાંખવામાં આવે છે જેથી દીવાને આકાર મળે અને તે સળગે નહિ.
  • 1 કિલો પાવડરમાંથી 100 દીવા બનાવી શકાશે.
  • સૌથી પહેલા પાવડરને પાણીમાં મિક્સ કરો. ત્યારબાદ જે મટીરીયલ તૈયાર થશે. તેને દીવાના મોલ્ડમાં મૂકી 3 થી 4 કલાક સુધી મૂકી રાખો.
  • સુકાયા બાદ તે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે.
અન્ય સમાચારો પણ છે...