તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત:કોરોના સામે અસરકારક સાબિત થયેલી આયુર્વેદિક અને હોમિયોપેથી દવા મેડિકલ સ્ટોર ધારકોને રાખવા આદેશ

સુરત10 મહિનો પહેલા
મેડિકલ સ્ટોરમાં સરકાર નિર્દેશિત આયુર્વેદિક અને હોમિયોપેથિક દવા રાખવા આદેશ કરાયા છે.
 • મેડિકલ સ્ટોર ધારકોને દવા રાખવી પડશે
 • હોમિયોપેથિક આયુર્વેદિક દવા અંગે આદેશ

કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા કોરોના વાઈરસ સંક્રમણ સામે રક્ષણ  આપતી કેટલીક આયુવેર્દીક, હોમિયોપેથિક, યુનાની સિધ્ધ વગેરે દવાઓની યાદી, પોતાની વેબસાઈટ ઉપર આપવામાં આવી છે.જે દવાઓને સુરતના તમામ મેડીકલ સ્ટોરમાં ફરજિયાત રાખવા તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. 

દરેક કેમીસ્ટ, ડ્રગીસ્ટને સૂચના અપાઈ

હાલ આયુર્વેદિક ઉકાળા અને હોમીયોપેથિક દવાઓ નિઃશુલ્ક વહેંચવામાં પણ આવી રહી છે. સરકાર હાલ આ દવાઓ માટે ખુબ પ્રચાર કરી રહી હોવાથી સુરત મનપા કમિશનરે પણ શહેરના મેડિકલ સ્ટોરને સુચના જાહેર કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, આયુષ મંત્રાલયની સાઈટ ઉપર દર્શાવેલી દવાઓ શહેરના દરેક કેમીસ્ટ, ડ્રગીસ્ટે રાખવાની રહેશે. સાથે જ એમઆરપી મુજબ વેચવાની રહેશે. નોંધનીય છે કે હાલ કોરોના સામે કોઈ વેકસીન કે દવા હજી શોધાઈ નથી.દરમ્યાન આયુર્વેદિક ઉકાળા, દવાઓ અને હોમિયોપેથિક દવાઓનું સારૂ પરિણામ જોવા મળી રહ્યું છે.આયુષ મંત્રાલયની સાઈટ ઉપર હળદર વાળુ દુધ પીવું, ગરમ પાણી પીવું, તુલસી, મરી સૂંઠ, ગોળ, લીંબુવાળી લીલી ચા, ઉકાળો પીવા જેવા ઘરગથ્થુ ઈલાજો પણ આપ્યા છે. આ સાથે જે આયુર્વેદીક દવાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાં શમશમ વટી,ચ્યવનપ્રાશ, આયુશ - 64 ટેબલેટ, હોમિયોપેથિક, દવા તરીકે આર્સેનિક આલ્બમ - 30 દવાઓનો ઉલ્લેખ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો