હુકમ:કોરોનામાં દાખલ કેમ થયા કહેતી કંપનીને ક્લેઇમ ચુકવવા આદેશ

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ કહ્યું હતું ‘મામૂલી ઇન્ફેક્શનમાં દાખલ થવાની શું જરૂર?’

કોરોનામાં મોટા બિલની ચૂકવણીથી વીમા કંપનીએ કરેલા ઇન્કાર બાદ મામલો ગ્રાહક કોર્ટમાં પહોંચ્યો હતો જ્યાં કોર્ટે વળતર ચુકવવા વીમા કંપનીને હુકમ કર્યો હતો. વીમા કંપનીએ કહ્યું હતું કે કોરોનામાં એડમીટ થવાની શું જરૂર હતી. પૂણા ખાતે રહેતા રમેશ (નામ બદલ્યુ છે)ને કોરોનામાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં 56 હજારનો ખર્ચ થયો હતો. આ બિલ વીમા કંપનીએ નકાર્યું હતું. આથી અરજદારે એડવોકેટ મારફત ગ્રાહક કોર્ટમા ફરિયાદ કરી હતી.

પેશન્ટને ડોક્ટરની સલાહથી એડમિટ કરાયા
અરજદારના એડવોકેટ નરેશ નાવડિયાની દલીલ હતી કે કોરોનાની ગંભીરતા એટલી છે કે લોકો હોસ્પિટલમાં એડમીટ થવાના નામથી પણ ગભરાય છે તેવા સંજોગોમાં પેશન્ટને ડોકટરની સલાહથી દાખલ કરાયા હતા. વીમા કંપનીએ આર્થિક લાભ માટે માત્ર ટેકનીકલ મુદ્દો જણાવીને વીમો ફગાવ્યો છે.

માઇલ્ડ ઇન્ફેક્શનમાં દાખલ થવાની શી જરૂર?
વીમા કંપની સામે જ્યારે ક્લેઇમ કરાયો ત્યારે આ ક્લેઇમની અરજી રદ કરી વીમા કંપનીએ કહ્યુ હતુ કે ઇન્ફેકશન ઘણું જ માઇલ્ડ્ હતું એટલે હોસ્પિટલમાં દાખલ થવાની કોઈ જ જરૂરી ન હતી.

સાત ટકા સાથે વળતર ચૂકવવા કોર્ટે હુકમ કર્યો
​​​​​​​કોર્ટે વીમા કંપનીને કલેઇમ ચૂકવી દેવા હુકમ કર્યો હતો. રૂપિયા 52 હજાર સાત ટકા વ્યાજ સહિત તેમજ હેરાનગતિના રૂપિયા 3 હજાર અ્ને ખર્ચની રકમના બે હજાર સાથે વળતર ચૂકવવા કહેવાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...