તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:નવા સત્રથી વિદ્યાર્થીઓને બોલાવનારી સ્કૂલ સામે કાર્યવાહી કરવા આદેશ

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 7 જૂનથી સ્કૂલો શરૂ, સ્કૂલોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરાશે

કોરોનાના કેસો ઘટતા તારીખ સાતમી જૂનથી સ્કૂલો ચાલુ થઇ રહી છે, તેવામાં જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ.રાજ્યગુરૂએ ધોરણ 1 થી 12ના 1650 પ્રિન્સિપાલ સાથે ઓનલાઇન મીટિંગ કરી હતી. આ મીટિંગમાં તેમણે સુચના આપી હતી કે, કોઇપણ સ્કૂલે વિદ્યાર્થીઓને બોલાવવાના રહેશે નહીં. જો સ્કૂલમાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે તો સ્કૂલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરૂએ શિક્ષક સંઘ, સંચાલક સંઘ, આચાર્ય સંધ, વહીવટી કર્મચારી સંઘ સહિતના સંઘો તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે ઓનલાઇન મીટિંગ યોજી હતી. જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ. રાજ્યગુરૂએ સૂચના આપતા જણાવ્યું હતું કે, નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ તારીખ સાતમી જૂનથી શરૂ થઈ રહ્યો છે. જેથી વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશન આપવાનું રહેશે. કોઈ પણ સ્કૂલે વિદ્યાર્થીઓને બોલાવવાના રહેશે નહીં. જો બોલાવશે અને વાલીઓ ફરિયાદ કરશે તો તે સ્કૂલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ફરી કોવિડના કેસો ન વધે તે માટે સ્કૂલ શરૂ થયા પછી કોવિડ-19ની ગાઇડ લાઇનનું પાલન ચૂસ્ત પણે કરવાનું રહેશે. તે સાથે એજ્યુકેશન ઇન્સ્પેક્ટરોને પણ જિલ્લા શિક્ષણાધિકારીએ સૂચના આપી છે કે, સત્ર શરૂ થયા બાદ રોજ પહેલા બે સ્કૂલનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યાં બાદ જ ઓફિસે આવવાનું રહેશે. ઓફિસે આવ્યા બાદ પહેલા રિપોર્ટ કરવાનો રહેશે. કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં લઈને શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ કાળજી રખાઈ છે.

અન્ય સમાચારો પણ છે...