આદેશ:બ્લેકલિસ્ટ ઇજારદાર પાસે જ કતારગામ ગોતાલાવાડી પ્રોજેક્ટ શરૂ કરાવવા હુકમ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષ જૂના ટેનામેન્ટ રિ-ડેવલપમેન્ટ કેસમાં પાલિકાને હાઇકોર્ટનો આદેશ
  • 1304 અસરગ્રસ્ત પરિવારોને નવેમ્બરથી ભાડું ચુકાવવા ઇજારદારને આદેશ

છેલ્લા બે-ત્રણ વર્ષથી ટલ્લે ચઢેલા કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટ રિ-ડેવલપમેન્ટ પ્રકરણમાં હાઇકોર્ટે 1304 પરિવારના હિતમાં હુકમ કર્યો છે. ઇજારદારને બ્લેકલીસ્ટ કરવાના નિર્ણયમાં ફેરવિચારણા કરીને તેની પાસે જ પ્રોજેકટનું કામ શરૂ કરાવવા પાલિકાને આદેશ કરાયો છે. ઉપરાંત ઇજારદારને નવેમ્બરથી અસરગ્રસ્ત પરિવારોને ભાડું ચુકાવવાનું ચાલુ કરવા પણ હુકમ કરાયો છે.

ગોટાલાવાડી ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેકટમાં ઇજારદારને 1 વર્ષ અગાઉ સ્થાયી સમિતિએ બ્લેકલીસ્ટ કર્યો હતો. ઇજારદારને કામની સોંપણી કર્યાના બે વર્ષ બાદ કામ શરૂ ન કરવા અને અસરગ્રસ્ત પરિવારોને સમયસર ભાડું ન ચૂકાવવા બદલ બ્લેકલીસ્ટ કરાયો હતો. જેની સામે સ્થાનિક અગ્રણી અને હાલના શિક્ષણ સમિતિ ઉપચેરમેન સ્વાતિ સોસાએ પાલિકા સામે આંદોલન છેડ્યું હતું. જેમાં 1 વર્ષ બાદ અસરગ્રસ્તોના હિતમાં હાઇકોર્ટનો હુકમ આવ્યો છે. અસરગ્રસ્તોને મહિને 7 હજાર અને દુકાનદારોને 11 હજાર ભાડુ નક્કી કરાયું છે. સામીદિવાળીએ અસરગ્રસ્ત રહેવાસીઓના હિતમાં નિર્ણય આવતા ખુશીનો માહોલ છવાયો હતો.

પાલિકા હવે આગામી દિવસોમાં શું કરશે?
હાઇકોર્ટનાં હુકમ બાદ આગામી દિવસોમાં વહીવટી પાંખ અને પદાધિકારીઓ બેઠક કરી ઇજારદાર ને બ્લેકલિસ્ટ કરવાના નિર્ણય સંદર્ભે ફેરવિચારણા કરવા ચર્ચા કરશે. ઈજારદાર કામ કરવા અને અસરગ્રસ્તો ને ભાડું ચૂકવવા સહમત છે ત્યારે અસરગ્રસ્તોનાં હિત માં નવી ટેન્ડર પ્રક્રિયા કરવા કરતાં આ જ ઈજારદાર પાસે કામ કરાવવા બાબતે જરૂરી કાર્યવાહી કરશે. કારણે કે છેલ્લા ઘણા સમય થી આ પ્રશ્ન શાસકોનાં ગળાનું હાડકું બન્યું હતું.

ઇજારદારને જુલાઈ 2020માં બ્લેકલિસ્ટ કર્યો હતો
ઇજારદારને વર્ક ઓર્ડર મળ્યાને 2 વર્ષથી કામ ચાલુ કર્યું ન હતું. ઉપરાંત ભાડું અપાયું ન હોવાથી પ્રોજેકટ અટક્યો હતો. જ્યાં સુધી બાંધકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઇજારદારે અસરગ્રસ્તોને મહિને 7 હજાર અને દુકાનદારોને 11 હજાર ભાડું ચુકવવાનું હતું. બિલ્ડીંગની હાઇટનો વિવાદ ઉકેલાઇ જવા છતાં કામ ચાલુ ન કરતા જુલાઈ 2020માં ઇજારદારને બ્લેક લિસ્ટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...