આદેશ:સુરતમાં 15 દિવસમાં જ ફોરેન પોસ્ટ ઓફિસ બનાવવા આદેશ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રિયમંત્રી ચૌહાણે અધિકારીઓ પાસે વિગત માંગી

સુરતની મુલાકાતે આ‌વેલા કેન્દ્રિય સંચાર રાજ્યમંત્રી દેવસિંહ ચૌહાણે હીરા ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી હતી. જેમાં હીરા ઉદ્યોગપતિઓની ફરિયાદ સાંભળીને તેના ઉકેલ માટે અધિકારીઓને આદેશ આપી 15 દિવસમાં ફોરેન પોસ્ટ ઓફિસ ચાલુ કરવા જણાવી અત્યાર સુધીની કામગીરીની વિગતો માંગી હતી.

શનિવારે ચેમ્બરના કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓએ ફરિયાદ કરી હતી કે છેલ્લાં 3 વર્ષથી સુરતમાં ફોરન પોસ્ટ ઓફિસ બનાવવા વારંવાર રજૂઆત કરાઇ રહી છે છતાં કોઇ સાંભળતું નથી. જેના કારણે ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગપતિઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં 350 જેટલા ડાયમંડ મેન્યુફેકચરિંગ યુનિટ છે જેમને વિદેશથી ઓર્ડર મળે છે.

અન્ય સમાચારો પણ છે...