તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એ‌ક્ષિયો કોઇન કૌભાંડ:એ‌ક્ષિયો કોઇન કૌભાંડમાં નવસારીના પોંસરાની જમીન ટાંચમાં લેવા આદેશ

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓએ 60 લાખમાં જમીન ખરીદી હતી

વર્ષ 2019માં દક્ષિણ ગુજરાતમાં બહુચર્ચિત એક્ષિયો ક્રિપ્ટોકરન્સી કૌભાંડ ફરી ગાજ્યું છે. કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર આ કૌભાંડીઓએ નવસારીનાં પોંસરા ગામમાં ખરીદેલી કરોડો રૂપિયાની જમીન ટાંચમાં લેવા ગૃહવિભાગે સુરત‌ સિટી પ્રાંતને આદેશ કર્યો છે.

આરબીઆઇનાં નિયમો વિરૂધ્ધ Axiocoin.com નામની વેબસાઇટ બનાવી એ‌ક્ષિયો કોઇન નામની ક્રિપ્ટોકરન્સી બહાર પાડી હતી. એક એ‌ક્ષિયો કોઇનની કિમંત 1 ડોલર(રૂ.70) હતી. આ કોઈનમાં ટુંક સમયમાં ઉંચુ વળતરની લાલચ આપી ગઠિયાઓએ અચાનક વેબસાઇટ નિષ્ક્રિય કરી ઓફિસ પણ બંધ કરી હતી. રોકાણકારોએ આ કોઈનમાં 1.18 કરોડ રોક્યા હતા. સીઆઈડી ક્રાઈમમાં વર્ષ 2019માં ચંદ્રેશ ઉર્ફે જીમી પ્રવીણ કોટડીયા(રહે.હેપ્પી બંગ્લોઝ, માતાવાડી,વરાછા), વિવેક ઉર્ફે લાલો પુસ્કરરાય દવે, તેમજ રજનીકાંત બકિતરામ કુબાત અને મિતેશ અશોક રસાઇકર વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસે તેઓની ધરપકડ કરી હતી.

તપાસમાં આરોપીઓએ આ નાણાંથી નવસારીના જલાલપોરનાંં પોંસરા ગામમાં ખાતા નં. 186, બ્લોક-સર્વે નંબર 477 (જુનો બ્લોક નંબર 275) વાળી 0-32-70 હેકટર, તેમજ આ જ ગામમાં ખાતા નંબર 113 બ્લોક-સર્વે નં-475 (જુનો બ્લોક નં- 276) વાળી 0-32-00 હેકટર જમીન રૂપિયા 60 લાખમાં ખરીદી હતી. આ તપાસને અંતે રાજયના ગૃહ વિભાગ દ્વારા ધી ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડીપોઝિટર્સ(ઇન ફાઇનાન્સિયલ એસ્ટાબ્લિશમેન્ટ) એકટ 2003ની જોગવાઇ મુજબ સુરત પ્રાંત અધિકારીને ‘કોમ્પિટન્ટ ઓથોરીટી’ તરીકે ‘ડેઝિગ્રેટેડ કોર્ટ’નાં આખરી હુકમ સુધી પ્રોપર્ટી તેઓના હસ્તક રાખવાનો આદેશ કર્યો હતો. જેમાં ટાંચ લેવા પાત્ર મિલકતમાં જમીન ટાંચમાં લેવામાં આવશે. સુરત પ્રાંંત દ્વારા જમીનને ટાંચમાં લેવાથી લઇ કોર્ટના હુકમને આધીન જમીન હરાજી કરવા સુધીની કામગીરી કરવાની રહે છે.

અન્ય સમાચારો પણ છે...