હુકુમ:2 બસ વચ્ચેના અકસ્માતમાં થયેલા 11 મોતમાં 97 લાખ ચૂકવવા આદેશ

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 6 વર્ષ અગાઉ હાઇવે પર મિની બસ-લક્ઝરી ભટકાયા હતા
  • તમામ મૃતકોના​​​​​​​ પરિવારજનોએ કોર્ટ કેસ દાખલ કર્યો હતો

છ વર્ષ અગાઉ સુરત-મુંબઇ હાઇ-વે પર મિની બસ અને લકઝરી વચ્ચે થયેલાં અકસ્માતમાં 11ના મોત નિપજ્યા હતા. મૃતકોના પરિજનો અને ઇજાગ્રસ્તોએ બંને બસના સંચાલકો સામે કરેલા કેસમાં કોર્ટે કુલ 10 અરજીકર્તાઓને રૂપિયા 97 લાખ ચૂકવી આપવા હુકમ કર્યો હતો. એડવોકેટ દર્શન શાહની દલીલો બાદ કોર્ટે લકઝરી બસની વીમા કંપનીને ચૂકવણીમાંથી બાકાત રાખી હતી. દલીલ હતી કે મિની બસ રોંગ સાઇડથી આવીને લક્ઝરીમાં ભટકાઈ હતી. 10માંથી 3 ફેમિલીને 16 લાખથી વધુનું વળતર ચૂકવવા હુકમ કરાયો હતો. હાઇએસ્ટ વળતર 16.33 લાખ હતું.

મિની બસ રેલિંગ તોડીને લક્ઝરી સાથે ભટકાઈ હતી
મિની બસના ચાલકે રોડની રેલિંગ તોડીને રોંગ સાઇડ પર લક્ઝરી બસ સાથે અકસ્માત કર્યો હતો, જેમાં સુરત આવી રહેલા પરિવારના 11 જણાંના મોત નિપજ્યાં હતા. બાદમાં લકઝરીચાલક સહિતનાઓ સામે ચાર્જશીટ થી હતી. કોર્ટે લકઝરી ચાલક, માલિક અને વીમા કંપનીને વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...