11 વર્ષ અગાઉ ઓલપાડ નજીક ટ્રકની અડફેટે LIC અધિકારી વિવેક લાડના મૃત્યુ કેસમાં કોર્ટે 47 લાખ ચૂકવવા ટ્રકચાલક, માલિક અને વીમા કંપનીને આદેશ કર્યો હતો. જેમાં વ્યાજ સાથે 80 લાખ થાય છે. મૃતકની પત્ની, બાળકો તથા માતા-પિતા દ્વારા અકસ્માત વળતર ધારા હેઠળ રૂપિયા 60 લાખનો ક્લેમ કરવામાં આવ્યો હતો. આ કેસમાં દલીલો બાદ કોર્ટે રૂપિયા 47 લાખ ચૂકવવા હુકમ કર્યો હતો. વ્યાજ સાથે આ રકમ રૂપિયા 80 લાખ થાય છે. ફરિયાદી તરફે વકીલ ઈસ્માઈલ ભૂરિયા શેઠે દલીલો કરી હતી.
એન્જિયોપ્લાસ્ટીના સવા લાખ ચૂકવવા હુકમ
સુરત | વરાછા ખાતે રહેતા અંકિતાબેને (નામ બદલ્યું છે) 2 લાખનો વીમો લીધો હતો. 4 વર્ષ અગાઉ તેમને અચાનક ગભરાટ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડોક્ટરની સલાહ બાદ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેનું સવા લાખ બિલ થયું હતું. જોે કે, વીમા કંપનીએ ઈન કાર કરતાં કોર્ટે કંપનીને સવા લાખનો ક્લેમ ચુકવવા હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.