11 વર્ષ અગાઉ બમરોલી પુલ પરથી ઉતરતી વખતે બાઇક અને ટ્રક વચ્ચે અક્સ્માતમાં મોતને ભેટેલાં કારખાનેદારના કેસમાં પરિજનોને અકસ્માત વળતરા ધારા હેઠળ કોર્ટે રૂ. 73 લાખ ચૂકવવા ટ્રક માલિક, ડ્રાયવર અને વીમા કંપનીને હુકમ કર્યો હતો. મરનાર કારખાનેદારના પરિવારે કરેલી અરજીમાં 1 કરોડના વળતરની માગ કરાઈ હતી.
રૂસ્તમપુરામાં રહેતા ઝુબિન ડુમસિયા 10 ફેબ્રુઆરી 2010એ બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે બમરોલી પુલ ઉતરી વખતે ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા ઝુબિનભાઈ પડી ગયા હતા અને હેલ્મેટના પણ ટુકડાં થઈ ગયા હતા. ઘટના સ્થળે જ મોત થયું હતું. 44 વર્ષીય ઝુબિન પાંડેસરા જીઆઇડીસીમાં શાર્પ એન્ટરપ્રાઇઝના નામથી પ્રિન્ટિંગનું કારખાનુ-એમ્બ્રોઇડરીનું ચલાવતા હતા, અને સાથે-સાથે પ્રોડકશન મેનેજર તરીકે પણ કામ કરી મહિને 65 હજાર કમાતા હતા. મૃતકના પરિવારે અકસ્માત વળતર ધારા હેઠળ અરજી કરતા કેસ કોર્ટમાં ચાલતા વારસદારોને રૂ. 73 લાખનું વળતર 7.50 ટકાના વ્યાજ સાથે આપવા કોર્ટે હુકમ કર્યો હતો.
અગાઉના કેસમાં 82 લાખ ચૂકવાયા હતા
અગાઉ તડકેશ્વેરની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા આશિષ પરમારના અકસ્માત વળતરના કેસમાં પરિજનો દ્વારા રૂપિયા 1.50ના વળતરની માંગ એડવોકેટ સુરેશ યાદવ મારફત કરવામાં આવી હતી, જેમાં દલીલો બાદ કોર્ટે રૂપિયા 82.89 લાખ ચૂકવવાનો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.