હુકમ:હર્નિયાના દર્દીના મોત કેસમાં બે તબીબને 33 લાખ ચૂકવવા હુકમ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 18 વર્ષ જુના કેસમાં ચુકાદો: GEBના ઇજનેર 10 માસ કોમામાં હતા
  • ​​​​​​​હોસ્ટિપટલ, ડોકટર અને એનેસ્થેટીસ્ટની બેદરકારી પૂરવાર થઈ

18 વર્ષ અગાઉ જીઇબીના ઇજનેરના હર્નિયાના ઓપરેશનમાં થયેલી બેદરકારી અને બાદમાં થયેલા મોતના કેસમાં વડી ગ્રાહક અદાલતે હોસ્પિટલ, ડોકટર અને એનેસ્થેટીસ્ટને વ્યાજ સહિત 33.90 લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો હતો. સુરતની ગ્રાહક અદાલતના હુકમ સામે વડી અદાલતમાં અપીલ કરાઈ હતી. કોર્ટે અગાઉના હુકમ મુજબની વળતરની રકમ રૂપિયા 17.50 લાખથી ઘટાડી 15 અને વ્યાજનો દર નવ લાખથી ઘટાડી સાત લાખ કરી હતી.

ઓપરેશન કર્યા બાદ દર્દી ઉઠ્યા જ ન હતા
ગુજરાત વિદ્યુત બોર્ડના ઇજનેરને તા. 9મી મે, 2003ના રોજ સૌરિન ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને ઓપરેશન થિયેટરમાં લઇ જવામાં આવ્યા હતા અને સાડા પાંચ કલાક સુધી ઓપેરશન ચાલ્યું હતું. તેમને બહાર કાઢયા બાદ બેડ પર લાવવામાં આવ્યા હતા અને ડો. ભરત શાહ તેમનું પડખુ ફેરવવા જતા દર્દી ઉઠયા જ ન હતા.

શ્વાસ બંધ થઈ ગયો હતો આથી એનેસ્થેટીસ્ટ ડો. ભગીરથ નાયકને બોલાવવા આવ્યા હતા. તેઓ આવે એ પહેલાં જ દર્દી કોમામાં જતા રહ્યા હતા. બાદમાં તેમને મહાવીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, મહાવીર હોસ્પિટલમાં તેઓ 10 મહિના સુધી કોમામાં રહ્યા હતા. ત્યાર બાદ તેઓ અવસાન પામ્યા હતા. નામદાર કોર્ટ સમક્ષ એ હકિકત પણ આવી હતી કે, ઇજનેરને સમયસર ઓક્સિજન મળ્યું ન હતું. એનેસ્થેટીસ્ટ મોડા આવતા આ સ્થિતિ ઊભી થઈ હતી. ગ્રાહક કોર્ટમાં ઇનજેર તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈએ દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...